325 કલાકારો અને અમુક ગૅલેરીઓના સહયોગમાં મુંબઈ આર્ટ ફેરની સેકન્ડ એડિશન યોજાઈ હતી. 11 ઓક્ટોબરે નેહરૂ સેન્ટર ખાતે યોજાયેલા આર્ટ ફેરનું ઉદ્ધાટન બૉલિવુડ સ્ટાર વિવેક ઓબેરૉયએ કર્યું હતું. અને એમાં પૂજા બેદી, નિર્માતા-દિગ્દર્શક કુનાલ કોહલી, ગાયિકા મધુશ્રી, ઇન્ડિયા આર્ટ ફેસ્ટિવલના ડિરેક્ટર રાજેન્દ્ર, ઑલ ઇન્ડિયા રેડિયોના જનરલ મેનેજર નીરજ અગરવાલ અને બૉમ્બે આર્ટ સોસાટીના સેક્રેટરી ચંદ્રજીત યાદવ ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈ આર્ટ ફેર કોઈ પણ વયજૂથના નવોદિત અને જાણીતા કલાકારોને તેમની કલા રજૂ કરવાનો મોકો આપે છે. ફેરમાં કલાકારો તેમની ઇચ્છા મુજબની કલાકૃતિ રજૂ કરી શકે છે. વિવેક ઓબેરૉએ આર્ટટ ફેર અંગે જણાવ્યું હતું કેમુંબઈ આર્ટ ફેર જબરજસ્ત કાર્ય કરી રહ્યો છે. હાલ મુંબઈમાં આર્ટ અને ઇવેન્ટ માટે જગ્યા મેળવવી મુશ્કેલ છે ત્યારે કલાકાર અને કલાના ચહકો માટે આયોજકો એક પ્લેટફોર્મ પૂરૂં પાડી રહ્યા છે. ઉપરાંત યુવા કલાકારોને જાણીતા કલાકારો સાથે સંવાદ સાધવાનો અવસર પણ પૂરો પાડે છે.