છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં મેસેજ ફરી રહ્યો છે કે બિગ બૉસની સીઝન-13 પર પ્રતિબંધ મુકાશે. જોકે કોઈ છાતી ઠોકીને આ વાતને પુષ્ટી આપતું ન હોવાથી અમુક પત્રકારોએ કેન્દ્રિય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પૂછ્યું હતું, બિગ બૉસ-13 પર પ્રતિબંધ મુકવા અંગેનો કોઈ આદેશ જારી કરાયો છે કે નહીં?

હકીકતમાં ખબર આવ્યા હતા કે બિગ બૉસ વિવાદ અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર પાસે અહેવાલ માંગ્યો છે. કારણ બિગ બૉસના કન્ટેન્ટને અશ્લીલ હોવાનું જણાવી યુપીના વિધાનસભ્ય સહિત અનેક સંગઠનોએ વિરોધનોંધાવ્યો હતો.

આ અંગે પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, મેં પ્રસારણ મંત્રાલયના અધિકારીઓ પાસે રિપોર્ટ મગાવ્યો છે કે બિગ બૉસમાં શું દર્શાવાઈ રહ્યું છે. આ અઠવાડિયે અહેવાલ મળી જશે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જનપગ લોની વિધાનસભા બેઠકના ભાજપના વિધાનસભ્ય નંદ કિશોર ગુર્જરે તેમના પત્રમાં લખ્યું હતું કે બિગ બૉસ-13નું પ્રસારણ પ્રાઇમ ટાઇમ સ્લૉટમાં થઈ રહ્યું છે, અને એના કન્ટેન્ટમાં ખૂબ અશ્લીલતા અને ફૂહડતાને ખુલ્લેઆમ દર્શાવાઈ રહ્યું છે. આ શો પરિવાર સાથે જોઈ શકાય એવો નથી. એ સાથે આવો શો ટીવીના માધ્યમ થકી દેશના મોટા વર્ગ સુધી પહોંચે છે એટલે ફિલ્મોની જેમ જ એને માટે સેન્સરની વ્યવસ્થા કરવામાં આવે. જેથી અશ્લીલતા પીરસનારા, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક તાણાવાણાને નષ્ટ કરનારા કાર્યક્રમો પર નિયંત્રણ રાખી શકાય.

હકીકતમાં બિગ બૉસ-13ને બંધ કરવાની માંગણી સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ધીમે ધીમે ટ્વીટર પર શોનો વિરોધ શરૂ થયો જેણે હવે તૂલ પકડ્યું છે. શોના વિરોધમાં સલમાન ખાનના ઘર પાસે પણ દેખાવો કરાયા હતા જેમાં વીસ જણની પોલીસે અટક કરી છે.

શોના વિરોધનું કારણ છે નવો સેટઅપ આને પગલે સલમાન ખાને ઘરમાં એન્ટ્રી કરવા અગાઉ જ કન્ટેસ્ટંટને જણાવ્યું હતું કે તેમના બેડ ફ્રેન્ડ ફૉરએવર (બાએફએફ) કોણ હશે.આ નિયમને કારણે આ વખતે એક બેડ પર બે જણ સાથે સૂઈ રહ્યા છે. હવે શરૂઆતથી જ એક છોકરો અને એક છોકરી સાથે બેડ શેર કરી રહ્યા છે. લોકો આ વાતનો ભારે વિરોધ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here