Table of Contents
છેલ્લા બે વરસથી ગ્લાયોબ્લાસ્ટોમા (બ્રેન કેન્સર)થી પીડાતા યુવા અભિનેતા સાઈપ્રસાદ ગુંડેવારનું 10 મેના લૉસ એન્જેલિસ ખાતે નિધન થયું હતું. તેઓ 42 વર્ષના હતા. બ્રેન કેન્સરનું નિદાન થયા બાદ 22 ફેબ્રુઆરી 2019ના અમેરિકાના લૉસ એન્જેલિસ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારથી એ હોસ્પિટલમાં જ સારવાર લઈ રહ્યો હતો.
સાઈ ગુંડેવારે એમ-ટીવીના સ્પ્લિટ્સવિલા સીઝન-4, સ્ટાર પ્લસની સર્વાઇવર ઉપરાંત લોકપ્રિય અમેરિકન સિરીઝ S.W.A.T., કૅગની એન્ડ લેસી, ધ ઓર્વિલે, ધ માર્સ કોન્સ્પિરસી, ધ કાર્ડમાં કામ કર્યું હતું. જોકે સાઈને ગ્રીન કાર્ડ ન મળતા એને 2010માં પાછું ભારત આવવું પડ્યું. ભારત આવ્યા બાદ એણે બૉલિવુડની ફિલ્મો અને થોડી સિરીઝ કરી હતી. બૉલિવુડમાં એણે પિકે, રૉક ઑન, પપ્પુ કાન્ટ ડાન્સ સાલા, લવ બ્રેકઅપ જિંદગી, ડેવિડ, આઈ મી ઔર મી, બાજાર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ઉપરાંત હૉલિવુડની અમુક ફિલ્મો અને શોર્ટ ફિલ્મો કરી હતી. જ્યારે એક માત્ર મરાઠી ફિલ્મ એ ડૉટ કૉમ મૉમ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સાઈએ ફૅશન ડિઝાઇનર સપના અમીન સાથે 2015માં લગ્ન કર્યાં હતાં. સાઈના પરિવારમાં પત્ની સપના ઉપરાંત માતા શુભાંગી અને પિતા રાજીવનો સમાવેશ છે.