એમેઝોન પ્રાઇમ વિડિયોએ 2020ની એની ત્રીજી ભારતીય ઓરિજિનલ સિરીઝ પાતાલ લોકનું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. અનુષ્કા શર્માની ક્લીન સ્લેટ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ક્રાઇમ-ડ્રામાના કેન્દ્રમાં છે દિલ્હીના હતાશ પોલીસ ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી. જેને એક હાઇ પ્રોફાલ કેસ સોંપવામાં આવે છે. ચાર શંકાસ્પદ આરોપીઓની એક જાણીતા પત્રકારની હત્યાનો પ્રયાસ કરવાના આરોપસર ધરપરકડ કરે છે. પણ આખો કેસ અભિમન્યુના કોઠા જેવો બનતો જાય છે. જે નજરે પડ છે એવું હકીકતમાં હોતું નથી. ચૌધરી છેતરપીંડીના એક એવા રસ્તા પર આગળ વધે છે જે સીધો પાતાળ લોકની ખતરનાક ગલીઓમાં પહોંચાડી દે છે. પ્રાઇમ મેમ્બર્સ 15 મેથી પાતાળ લોકના તમામ નવ એપિસોડ સ્ટ્રીમ કરી શકશે.

હિન્દી ભાષી ક્ષેત્રની દેશી અને વાસ્તવિક વાર્તાઓને દુનિયાભરના દર્શકો વધાવી રહ્યા હોવાનું હેડ-ઇન્ડિયા ઓરિજિનલ્સ, એમેઝોન પ્રાઇમ વિડિયો ઇન્ડિયાના અપર્ણા પુરોહિતનું કહેવુ છે. અમને આનંદ છે કે ક્લીન સ્લેટ ફિલ્મ્સની ભાગીદારીમાં અમારા દર્શકો માટે એક ખતરનાક અને મજેદાર કથાનક લઈને આવ્યા છીએ. પ્રાઇમ મેમ્બર્સને પાતાળ લોકમાં ભરપુર ઇમોશનલ ડ્રામા અને સશક્ત અભિનય જોવા મળશે.

અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ કે ભારતીય મનોરંજનની દુનિયામાં નવા કન્ટેન્ટ લઈને આવીએ. આ કહેવું છે ક્લીન સ્લેટ ફિલ્મ્સના કર્ણેશ શર્માનું. આ વરસે ક્લીન સ્લેટ ફિલ્મ્સ પાંચ વરસ પૂરા કરી રહી છે ત્યારે એમેઝોન પ્રાઇમ વિડિયો સાથે પાતાળ લોકની ઘોષણા કરતા પુષ્કળ આનંદ અનુભવી રહ્યા છીએ. આ શો અમે દિલથી બનાવ્યો છે અને આશા છે કે દર્શકો એને વધાવી લેશે.

પાતાળ લોકના ક્રિએટર સુદીપ શર્માએ જણાવ્યું કે, પાતાળ લોક દરેક ક્રિએટરનું એક સપનું છે. આ સમગ્રતયા ભારતીય વાર્તા છે અને એનામાં દુનિયાભરના દર્શકોને આકર્ષવાની ક્ષમતા છે. મને એ વાતનો આનંદ છે કે ક્લીન સ્લેટ ફિલ્મ્સને એમેઝોન પ્રાઇમ પર ડિજિટલ ડેબ્યુ કરવાનો મોકો મળ્યો. આ એક ગ્લોબલ સ્ટ્રીમિંગ સર્વિસ છે જે આજના જમાનાના ક્રિએટર્સને શ્રેષ્ઠ કન્ટેન્ટ બનાવવાનો મોકો આપે છે. મને આશા છે કે પાતાળ લોક દુનિયાભરના દર્શકોને સિરીઝના અંત સુધી જકડીને રાખશે.
ટ્રેલર જોવા લિન્ક પર ક્લિક કરો
https://www.youtube.com/watch?v=cNwWMW4mxO8&feature=youtu.be