ઑપરેશન વેલેન્ટાઇન, બડે મીયાં છોટે મિયાં અને પિરિયડ ડ્રામા પૃથ્વીરાજ જેવી ફિલ્મો કર્યા બાદ માનુષી છિલ્લર ઓર એક મલ્ટીસ્ટારર ફિલ્મમાં એન્ટ્રી કરી રહી હોવાના અહેવાલ આવી રહ્યા છે. 2005માં આવેલી સુપર હિટ ફિલ્મ નો એન્ટ્રીની સિક્વલમાં માનુષી છિલ્લર શ્રદ્ધા કપૂર અને ક્રીતિ સેનન સાથે જોવા મળી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ માનુષી નો એન્ટ્રીના મુખ્ય કલાકારો અર્જુન કપૂર, વરુણ ધવન અને દિલજીત દોસાંજ સાથે સ્ક્રીન શેર કરશે. આ વરસની શરૂઆતમાં ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે જાણવા મળ્યા મુજબ પહેલીવાર દર્શકોને શ્રદ્ધા કપૂર, ક્રીતિ સેનન અને માનુષી છિલ્લર અર્જુન કપૂર, વરુણ ધવન અને દિલજીત દોસાંજ સાથે જોવા મળશે.
દરમિયાન ક્રીતિ સેનન એની લેટેસ્ટ ફિલ્મ ક્રુની સફળતાનો આનંદ માણી રહી છે જ્યારે શ્રદ્ધા કપૂર સ્ત્રી-2ની રિલીઝની તૈયારી કરી રહી છે.