ગોરેગાવ પૂર્વમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં જિંદગીની શરૂઆતના 30 વરસો ગુજારનાર અને ગરીની સાથે ગરીબોની તકલીફોને એકદમ નજીકથી નિહાળનારા હોઇકોર્ટના વકીલ સુનીલ કુમાર જરૂરિયાતમંદોને સહાય કરવામાં ક્યારેય પાછી પાની કરતા નથી. અત્યારે પણ લૉકડાઉન દરમ્યાન તેમણે ગરીબોને ત્યાં ચુલો ઠરે નહીં એ માટે 1200 પરિવારોને અનાજની કિટનું વિતરણ કર્યું હતું. એટલું જ નહીં, જરૂર પડ્યે વધુ કિટ પણ વિતરુત કરશે એમ તેમણે જણાવ્યું હતું.
સુનીલ કુમારે જણાવ્યું કે, અમે રોજ 20 પરિવારને અમે અનાજની કિટની સાથે રોજિંદી જરૂપિ.તનો સામાન આપીએ છીએ. આ શુભ કાર્યમાં ધીરે ધીરે સ્વયંસેવકો જોડાતા ગયા અને અમે દક્ષ નાગરિક ફાઉન્ડેશનની સ્થાપના કરી. આજે અમે 1200થી વધુ પરિવારોને અનાજ પહોંચાડીએ છીએ.
તેમમે વધુમાં જણાવ્યું કે, હું મેડીક્લેમ અને જીવન વિમાની જેમ એક કાનૂન વિમા પણ શરૂ કરવા માગું છું. જેમાં મામુલી ફી લઇ લોકોને કાનૂની સેવા પૂરી પડાશે.
***