ગૅસલાઇટ ફિલ્મના શૂટિંગ માટે સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહ, વિક્રાંત મેસી સહિત ૭૫ જેટલા વ્યક્તિઓ-ક્રૂ મેમ્બર મોરબીમાં છે અને દિવસ-રાત વાંકાનેર રાજવી પેલેસ ખાતે શૂટિંગ કરી રહ્યા છે. સૂત્રના જણાવ્યા મુજબ વાંકાનેર ઉપરાંત મોરબીના કેટલાક સ્થળોએ પણ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મી કલાકારો મોરબીની હોટેલમાં ઉતર્યા છે અને શૂટિંગ માટે રોજ વાંકાનેર અપ-ડાઉન કરી રહ્યા છે. કલાકારો સહિત સમગ્ર યુનિટ માટે મોરબીની હોટલ સરોવર પોર્ટિકોમાં રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ ભૂત પોલીસ બનાવી ચુકેલા પવન ક્રિપલાનીના નિર્દેશનમાં બની રહેલી કિલ્મ ગૅસલાઈટ એક સાઈકોલૉજિકલ થ્રિલર કિલ્મ હોવાનું માનવામાં આવે છે.
ગૅસલાઈટ હૉલિવૂડની એક સાઈકોલૉજિકલ થ્રિલર ફિલ્મથી પ્રેરિત હોવાનું કહેવાય છે. સારા અલી ખાનની આ ફિલ્મ આગામી છ મહિનામાં રિલીઝ માટે તૈયાર થાય તેવી સંભાવના છે.
ફિલ્મનું મોટાભાગનો હિસ્સો અહીં શૂટ કરાશે. જ્યારે બાકીના હિસ્સાનું શૂટિંગ મુંબઈ ખાતે કરાશે.
- રાજકોટ ન્યૂઝ