ઘરમાં ઘુસેલા ચોરે સૈફ અલી ખાન પર કર્યો ચાકુથી હુમલો

અભિનેતાને લીલાવતિ હોસ્પિલમાં દાખલ કરાયો

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર એના બાન્દ્રા સ્થિત ઘરમાં એક અજાણ્યા શખસે ચાકુથી હુમલ  કર્યો હતો. ગુરુવારે મોડી રાત્રે ચોરી કરવાના ઇરાદાથી ઘરમાં ઘુસેલા શખસે સૈફ પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. સૈફ પર વાર કર્યો એ અગાઉ ચોરે નોકરાણી સાથે દલીલો કરી હતી. ત્યાર બાદ સૈફ પર હુમલો કર્યો. હુમલા બાદ સૈફ અલી ખાનને લીલાવતિ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ડૉક્ટરોએ સૈફની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું છે. આ મામલે પોલીસે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ ઘરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસી ગુનેગારની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે

મળતા અહેવાલો મુજબ આ ઘટના રાત્રે અઢી વાગ્યાની આસપાસ બની હતી. ચોર જ્યારે ઘરમાં ઘુસ્યો ત્યારે સૈફે એને પકડવાની કોશિશ કરતા ચોરે એના પર હુમલો કર્યો. આઘાતજનક બાબત એ છે કે ચોરે સૈફ પર ચાકુના 23 વાર કર્યા. આ ઘટના એવા સમયે બની જ્યારે ઘરના તમામ સભ્યો સૂઈ રહ્યા હતા.

એમ પણ જાણવા મળ્યું છે કે ચોર સાથે પહેલાં નોકરાણીની દલીલો થઈ રહી હતી. સૈફે જ્યારે તેમની વચ્ચે હસ્તક્ષેપ કર્યો ત્યારે ચોરે ચાકુથી હુમલો કર્યો. ત્યારે નોકરાણી તુરંત ઘરના સભ્યોને જાણ કરી. તેમણે પોલીસને ફોન કરવાની સાથે એમ્બ્યુલંસ બોલાવી. દરમિયાન તકનો લાભ લઈ ચોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ઘટના અંગે સૈફ પરિવાર તરફથી કોઈ અધિકૃત નિવેદન જારી કર્યું નથી. જોકે અચાનક બનેલી ઘટનાને કારણે પૂરો પરિવાર આઘાત પામ્યો છે.

દરમિયાન પોલીસે એ વિસ્તારમાં સુરક્ષાનો બંદોબસ્ત વધાર્યો છે અને આરોપીની શોધ શરૂ કરી છે.

Exit mobile version