છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જ નહીં, શોર્ટ ફિલ્મ, ટેલિવિઝન, ઓટીટી પ્લેટફોર્મ હોય કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી (આલ્બમ), મનોરંજનના દરેક ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢ્યું છે. છેલ્લા થોડા વરસો દરમિયાન હેલ્લારો, રેવા, ચાલ જીવી લઇએ, છેલ્લો દિવસ, 21મું ટિફિન, ધુઆંધાર જેવી ફિલ્મોએ ધૂમ મચાવી. મા6 ગુજરાતના જ નહીં, દેશભરમાં વસતા ગુજરાતીઓ આ બધી ફિલ્મોના નામથી અજાણ્યા નથી. હવે નેશનલ એવોર્ડ હોય કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ગુજરાતી ફિલ્મ, શોર્ટ ફિલ્મનું નામ જોવા મળે છે. જો ગુજરાતી મનોરંજન જગત આટલી પ્રગતિ કરી રહ્યું હોય તો એને બિરદાવવામાં પણ આપણે કોઈ કસર છોડવી ન જોઈએ.
આ વાતને ધ્યાનમાં રાખી મેન્ટર એન્ડ માસ્કોટ ઇન્ડિયન ફિલ્મ ફેડરેશન ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨નું આયોજન કરી રહ્યું છે. સાંસદ મનોજ તિવારી જેના મેન્ટર છે એવા ફેડરેશન દ્વારા ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૨ના અમદાવાદ ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
મેન્ટર એન્ડ મેસ્કોટ ઇન્ડિયન ફિલ્મ ફેડરેશન વિશે…
ભારતીય સંસ્કૃતિનો ફેલાવો વિશ્વભરમાં થાય, એ સાથે દેશની તમામ ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વેપાર વધારવાના ઉદ્દેશથી મેન્ગો ડીજી ટીવીના સ્થાપક ચેરમેન જિતેન્દ્ર પરાશર અને મેન્ગો ડીજી ટીવીનાં મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતિ વાણી શર્માએ મેન્ટર એન્ડ મેસ્કોટ ઇન્ડિયન ફિલ્મ ફેડરેશન (નવી દિલ્હી)ની સ્થાપના કરી. સંસ્થાના ચીફ પેટ્રન છે દિલ્હીના સંસદસભ્ય મનોજ તિવારી. જ્યારે માનનીય સભ્યોમાં પદ્મશ્રી અનુપ જલોટા, બૉલિવુડ સ્ટાર સોનુ સૂદ, પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને પ્રેસિડન્ટ એસ. કૃષ્ણકુમાર, કવિ અને લેખક પદ્મશ્રી કુમાર વિશ્વાસ, નોયડા ફિલ્મસિટીના સ્થાપક ડૉ. સંદીપ મારવાહ, નીતિ આયોગનાં ચેરપર્સન બિન્દુ દાલમિયા, બ્રાઇટ આઉટડૉરના યોગેશ લાખાણી, વૉલ્ટ ડિઝની ઇન્ડિયાના અસોસિયેટ ડિરેક્ટર પ્રવીણ ત્રિખા, મુનીસ વત્સ (જનરલ સેક્રેટરી), સીબીએફસીનાં જ્યુરી અને સલાહકાર રોચિકા અગરવાલ , બિકાનેરવાલાના ડિરેક્ટર નવરતન અગરવાલ, બિઝનેસ હેડ શ્યામલી રાઠોડ, ન્યૂઝ-24ના એન્કર વિપનેશ માથુર જેવી વિખ્યાત વ્યક્તિ આ કાર્ય સાથે સંકળાયેલી છે. તો મેન્ટર એન્ડ મેસ્કોટ ઇન્ડિયન ફિલ્મ ફેડરેશનના ગુજરાત રાજ્યના પ્રેસિડન્ટની જવાબદારી હિન્દી-ગુજરાતી ફિલ્મોના જાણીતા સર્જક જીતેન પરીખને સોંપવામાં આવી છે.
ફેસ્ટિવલ 2022માં એન્ટ્રી મોકલવા માટે
ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨માં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ, ટીવી સીરિયલ, ગુજરાતી આલ્બમ, વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મની સાથે સેલ્ફી વિડિયોના નિર્માતા – દિગ્દર્શકને ટ્રોફી એનાયત કરી નવાજવામાં આવશે. જ્યારે એન્ટ્રી મોકલનાર તમામને ખાસ સર્ટિફિકેટ આપી બિરદાવવામાં આવશે. એન્ટ્રી મોકલવા માટે કોઈ ફી રાખવામાં આવી નથી.
શ્રેષ્ઠ ફિલ્મ, ટી વી શો, વેબ સિરીઝ, આલ્બમ, શોર્ટ ફિલ્મની પસંદગી માટે જે તે ક્ષેત્રની દિગ્ગજ વ્યક્તિ જજ તરીકેની જવાબદારી સંભાળશે.
જે કોઈ ફેસ્ટિવલમાં એન્ટ્રી મોકલવા માગતું હોય તેઓ ૨૫ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં તેમની એન્ટ્રી www.mmiff.in પર મોકલાવી શકે છે.
- મીડિયા પાર્ટનર : ફિલ્મી ઍક્શન