સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને ભૂતનાથમાં દિગ્દર્શિત કરી ચુકેલા વિવેક શર્માની આગામી ફિલ્મ અ ગેમ કૉલ્ડ રિલેશનશિપ હવે 7 ફેબ્રુઆરીને બદલે વેલેન્ટાઇન ડે (14 ફેબ્રુઆરી)ના રિલીઝ થઈ રહી છે. ફિલ્મના નિર્માણ ઉપરાંત લેખક-દિગ્દર્શકની સાથે અભિનય પણ કર્યો છે. લોકો સંબંધોનો કેવો કેવો ઉપયોગ કરતા હોય ચે એની વાત ફિલ્મમાં આલેખવામાં આવી છે. અ ગેમ કૉલ્ડ રિલેશનશિપમાં આજે જેનું ચલણ વધારે છે એવા લિવ ઇન રિલેશનશિપમાં આજની પેઢી રહેવા તો માગે છે પણ સમય જતા તેમની વચ્ચે કેવી પરિસ્થિતિ નિર્માણ થાય ચે તેની વાત દર્શાવવામાં આવી છે.


આ ફિલ્મમાં વિવેક શર્મા ઉપરાંત મેન્ડી, સુમિત સૂરી, સબિના શીમા, ફૈઝલ શાહ, સુમન મિશ્રની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મના ત્રણ ગીતો સંગીતકાર નક્શ અઝીઝ અને સરગમે સ્વરબદ્ધ કર્યા છે. ફિલ્મની વાર્તા વિવેક શર્માને થયેલા અનુભવ પ ર આધારિત છે. વિવેકનું કહેવું છે કે ફિલ્મનો વિષય ભલે લિવ ઇન રિલેશનશિપનો હોય પણ અમે સાફસુધરી ફિલ્મ બનાવી છે અને તમે પૂરા પરિવાર સાથે ફિલ્મને માણી શકશો. વિવેકે વધુમાં જણાવ્યું કે, હું ઇચ્છું છું કે આજની યુવા પેઢી આ ફિલ્મ જે જેથી સંબંધોનું મહત્ત્વ સમજી શકે. આ ફિલ્મની મજેદાર વાત એ છે કે એનું ટ્રેલર ખુદ અમિતાભ બચ્ચને તેમના ટ્વીટર અકાઉન્ટ પર લૉન્ચ કરવાની સાથે વિવેકને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.