આમ તો નામ પરથી જ અંદાજ આવી જાય કે ફિલ્મ કૉમેડી હશે. પણ પણ આજકાલ જે કૉમેડીના નામે ચાલે છે. ચાર મિત્રો, કૉલેજના દ્રશ્યો… એના નામે ડબલ મિનિંગ ડાયલોગ…પણ એનાં કરતાં અલગ અનુભવ આ ફિલ્મ કરાવે છે. લેખક-દિગ્દર્શક નિલેશ મહેતાએ આ ફિલ્મમાં કોઈ ડબલ મિનિંગ ડાયલોગ કે વલ્ગારિટી વગર શુદ્ધ નિર્ભેળ પારિવારિક કૉમેડી પર જોર આપ્યું છે, અને એમાં સફળ રહ્યા છે.
રંગીલો રસિકલાલની લીલાઓ
ફિલ્મની વાર્તાની વાત કરીએ તો એ એક પરિવારની જ છે… પણ ટિપિકલ પતિ-પત્ની કે સાસુ-વહુની કૉમેડી કરતાં એક અલગ જ વાત, એક નવીનતા સભર કન્ટેન્ટ આપવાની કોશિશ આ ફિલ્મ કરે છે…
નેચરલી અહીં વાર્તા જાહેર કરી અને સ્પોઇલર મુકવાનો ઈરાદો નથી. ગુજરાતી ફિલ્મ જગતના ટોચના લેખકોમાં ગણાતાં જાણીતા પટકથા સંવાદ લેખક કિશોર સચદે આમ પણ કૉમેડીનાં સ્પેશિયાલિસ્ટની પોતાની છાપ બરાબર જાળવે છે.
રોમાન્ટિક જોડી… વિયોના પાટિલ-સમર્થ શર્મા
અને સાથે અનુભવી અને સિદ્ધહસ્ત દિગ્દર્શક નિલેશ મહેતા દિગ્દર્શનમાં… ક્યાંય ફિલ્મની પકડ ઢીલી પડવા નથી દેતા. દર્શકોને નિરાશ કરતા નથી.
અભિનયની વાત કરીઓ તો, ગુજરાતી રંગભૂમિના જાણીતા જયદીપ શાહ અચૂક ટાઇમિંગ અને પરફેક્ટ પ્લેસિંગ દ્વારા રસિકલાલના ટાઈટલ રોલમાં છવાઈ જાય છે. અને એમની સામે હંમેશા એક પ્રેમાળ મા કે ભાભીના રોલમાં દેખાતા યામિની જોશી… તેમનાં કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી અને રોમેન્ટિક કૉમેડી રોલમાં ભરપૂર મોજ કરાવી જાય છે.
રિયા શાહ – દર્શન માવાણીની જોડી પણ મોજ કરાવી રહી છે
હેન્ડસમ સમર્થ શર્માં ખૂબ જ અસરકારક છે. ખાસ કરીને જયદીપ શાહ સાથે જુગલબંદીમાં જલસો કરાવી દે છે. વિયોના પાટીલ પ્રોમિસિંગ…લૂક અને પર્ફોર્મન્સ બંને રીતે રોલમાં ફિટ છે. રિચા શાહને એને ફાવટ છે એવો જ રોલ મળ્યો હોવાથી હસાવવા માટે મહેનત નથી કરવી પડી. અને દર્શન માવાણીનું પર્ફોર્મન્સ એ વાતની ખાતરી આપે છે કે આ કલાકારનું ભવિષ્ય ઉજ્જવળ છે.
કેશવ રાઠોડનું ટાઇટલ સૉન્ગ ફિલ્મનો મૂડ મસ્ત રીતે જમાવે છે.
ઓવર ઓલ ફિલ્મ દર્શકોને નિરાશ નથી કરતી. કોરોના કાળમાં દર્શકોને બે કલાક ભરપૂર હાસ્યનો બૂસ્ટર ડોઝ પૂરો પાડે છે.