2016માં આવેલી દંગલ ફિલ્મમાં જોવા મળેલી સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ ફરી એકવાર સૅમ બહાદુરમાં જોવા મળશે. મેઘના ગુલઝાર દિગ્દર્શિત ફિલ્મમાં વિકી કૌશલ સૅમ માણેકશાની ભૂમિકામાં જોવા મળશે. રૉની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત સૅમ બહાદુર ફિલ્ડ માર્શલ સૅમ માણેકશાની બાયોપિક છે.
આજે 48મો જન્મદિન મનાવી રહેલી મેઘનાએ સાન્યા અને સનાની ફિલ્મમાં થઈ રહેલી એન્ટ્રીને આવકારવા ટ્વીટરનો સહારો લીધો હતો. ફાતિમા સના શેખ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે જ્યારે સાન્યા સિલ્લુ માણેકશાનું પાત્ર ભજવશે.
ફિલ્મના નિર્માતાએ ટ્વીટ કરીને જણાવ્યું કે પચાસ વરસ પહેલા ભારતે 1971ના ઐતિહાસિક યુદ્ધમાં વિજય હાંસલ કર્યો હતો. અમારી આ ખાસ યાત્રાનો અનુભવ કરવા માટે ઉત્સુક છું.
વિકી કૌશલ સાથે સૅમ બહાદુર મેઘનાની બીજી ફિલ્મ છે. અગાઉ મેઘના ગુલઝારની 2018માં આવેલી રાઝીમાં વિકી કૌશલ જોવા મળ્યો હતો.
થોડા દિવસ પહેલાં જ કેટરિના કૈફ સાથે લગ્ન કરનાર વિકી કૌશલ અનેક ફિલ્મો કરી રહ્યો છે. જેમાં સૅમ બહાદુર ઉપરાંત ગોવિંદા નામ મેરા, ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી જેવી ફિલ્મો સામેલ છે. તો સાન્યા લવ કોસ્ટેલ ફિલ્મ કરી રહી છે. ફાતિમા છેલ્લે નેટફેલિક્સની અજીબ દાસ્તાનમાં જોવા મળી હતી.