ગુજરાતી ફિલ્મ હલકી ફુલકીથી એક રાજકોટના શત્રુઘ્નસિંહ સોલંકી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નિર્માતા તરીકે એન્ટ્રી કરી રહ્યા છે. તમને નવાઈ લાગશે કે શત્રુઘ્નસિંહ માત્ર વીસ વરસના હોવા છતાં કલા પ્રત્યેની તેમની સૂજબૂજ ગજબની છે. આમ તો તેમનો રસનો વિષય સંગીત છે. તેઓ શાસ્ત્રીય સંગીતની તાલિમ લઈ રહ્યા છે. તેમણે હલકી ફુલકીનું એક ગીત પણ ગાયું છે.
ફિલ્મી ઍક્શન સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, સંગીત મારું જીવન છે અને એમાં જ કરિયર આગળ વધારવા માગું છું.
તો ફિલ્મ નિર્માણમાં કેવી રીતે એન્ટ્રી થઈ? પ્રશ્નના જવાબમાં સોલંકી કહે છે કે, હું જ્યારે જયંત ગિલાટરજી સાથે અનૌપચારિક મુલાકાત થઈ. વાતચીત દરમિયાન તેમણે હલકી ફુલકીની વાત કરી. મને વાર્તા એટલી પસંદ પડી કે મેં જ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું.
ભવિષ્યમાં પણ ફિલ્મો બનાવવાની યોજના છે?
ચોક્કસ. જોકે મારો પહેલો પ્રેમ સંગીત છે અને સંગીતની આરાધના તો સતત ચાલતી જ રહેશે.
ઘણા યુવાનો હીરો બનવા ફિલ્મનું નિર્માણ કરતા હોય છે, તમારો લૂક અને ફિઝિક પણ હીરોને અનુરૂપ છે, પરદા પર એન્ટ્રી કરવાની કોઈ મહેચ્છા?
હજુ સુધી એ અંગે વિચાર્યું નથી. અને મારા ભાવિમાં શું લખાયું છે એ તો આગામી સમય જ કહેશે.