તાજેતરમાં શમા સિકંદરે કરાવેલા ફોટોશૂટમાં અભિનેત્રી આપણને જૂના જમાનાના હૉલિવુડ સ્ટારના શણગારના યુગમાં લઈ જતી હોય એવું લાગે છે. એ જૂના જમાનાના હૉલિવુડ સ્ટાર્સ પહેરે એવા આઉટફિટમાં છે. એટલું જ નહીં, એ જમાનામાં હૉલિવુડ સ્ટાર્સ જેમ ગ્લવ્ઝ પહેરતી એમ શમાએ પણ પહેર્યાં છે.
શમા કહે છે કે હૉલિવુડના શ્રેષ્ઠ સમયને મેચ થાય એ પ્રકારના ડ્રેસ તૈયાર કર્યા છે. અમારે શિકાગો ખાતે મૉલિન રૉજ જવાનું પ્લાનિંગ હોવાથી એનો ફ્લૅવર આપવા આ પ્રકારનું શૂટ કરાવ્યું હતું.