પર્ફેક્ટ વુમન પ્રાઇવેટ લિમિટેડનાં ડૉક્ટર ગીત એસ. ઠક્કર અને ગુરૂભાઈ ઠક્કર દ્વારા આયોજિત પર્ફેક્ટ મિસિસ ઇન્ડિયા-2019ની બીજી સીઝનનું આયોજન અંધેરીસ્થિત કન્ટ્રી ક્લબમાં કરવામાં આવ્યું હતું. ભારતથી આવેલાં 16 સ્પર્ધકોએ પેજન્ટમાં ભાગ લીધો હતો. .ઠક્કર દંપતિએ જણાવ્યું કે, અમે આ પેજન્ટનું આયોજન એટલા માટે કરી રહ્યા છીએ કે જે ગૃહિણીઓ જીવનમાં કંઇક બનવા માંગે છે એમને અમે એક પ્લેટફોર્મ પૂરૂં પાડીએ છીએ. એ સાથે અમે સ્પર્ધામાં ઉંચાઈ, વજન કે ઉંમરનો કોઈ બાધ રાખ્યો નથી. પર્ફેક્ટ મિસિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ થકી પરિણીત મહિલાઓ તેમનામાં છુપાયેલી ટેલેન્ટને રજૂ કરવાનો મોકો આપે છે.
પર્ફેક્ટ મિસ એન્ડ મિસ્ટર ટીન્સ ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર અરિશ્ફા ખાને પણ એના અનુભવો ટિકટૉક ફેમ અશઇમા ચૌધરી અને લકી ડાન્સર સાથે શેર કર્યા હતા. ઇવેન્ટમાં સિલવાસાનાં શ્રીમતી જૉયસ નુન્સે પર્ફેક્ટ મિસિસ ઇન્ડિયા-2019નો તાજ જીત્યા હતાં. જ્યારે મુંબઈનાં અર્શિનાઝ ખાન અને પૂનમ સોનીએ સંયુક્તપણે સેકન્ડ રનર અપનો તાજ મેળવ્યો હતો. તો બુલઢાણાનાં વર્ષા ભારસાક્લે પેજન્ટનાં ફર્સ્ટ રનર અપ બન્યાં હતાં.
સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા અભિનેત્રી આસિયા કાઝી, કંગના શર્મા, જ્યોતિ તોમર, નિવેદિતા બસુ, મુસ્કાન કટારિયા, ગાયિકા મમતા શર્મા, હુરપ્રીતઘુરા, સંગીતકાર દિલીપ સેન, દિગ્દર્શક હામિદ અલી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જજ તરીકે બૉલિવુડ સ્ટાર ગોવિંદાનાં બહેન કામિની ખન્નાએ ફરજ બજાવી હતી. તો હૉસ્ટ તરીકે સિમરન આહુજા અને ઉદય રાજવીરે કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.