મેચબૉક્સ પિક્ચર્સ અને દિગ્દર્શક શ્રીરામ રાઘવન તેમની ફિલ્મ અંધાધૂન માટે વિખ્યાત છે. હવે તેઓ એક મહિલા પત્રકારે ગુજારેલા જેલના દિવસો પર લખેલી નોવેલ પરથી ફિલ્મ બનાવી રહ્યા છે. મેચબૉક્સે તાજેતરમાં ગુજરાતી પત્રકાર જિગ્ના વોરાના પુસ્તક બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાયખલાના રાઇટ્સ મેળવ્યા છે. હકીકતમાં આ જિગ્નાએ ભાયખલા જેલમાં વીતાવેલા દિવસોની કથની છે.

રાઇટ્સ અંગે મેચબૉક્સ પિક્ચર્સના સંજય રાઉત્રેનું કહેવુ છે કે, અમારા સદભાગ્ય કે શ્રીનિવાસ રાઘવન જેવી વ્યક્તિ અમને સારા કથાનક શોધવામાં સહાયરૂપ બને છે. અમને એવું લાગે છે કે ભાયખલાની જેલમાં એક મહિલાએ વીતાવેલા દિવસોની વાત ફિલ્મમાં આલેખવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે મેચબૉક્સે જસપિન્દર સિંઘ કાંગ સાથે સહયોગ કર્યો છે.

શ્રીરામ રાધવને જિગ્ના વોરાના પુસ્તકને લૉન્ચ કર્યું હતું. એમણે જણાવ્યું કે, ભાયખલાની જેલના સળિયા પાછળની વાતો એક ક્રાઇમ રિપોર્ટરની નજરે લખાઈ હોવાથી એ વાચવા હું આતુર હતો. એનો અમુક હિસ્સએ મને એક હસીના થીની યાદ અપાવી હતી. પુસ્તકમાં જિગ્નીની પત્રકાર તરીકેની કરિયર, એ કેવી રીતે કેસમાં સંડોવાઈ, એણે જેલમાં વીતાવેલો સમય અને કેવી રીતે એનો છૂટકારો થયો એની વાત છે. એ સાથે જેલમાં જાણીતા-અજાણ્યા કોદાઓ સાથેની રસપ્રદ વાતચીત પણ પુસ્તકમાં સમાવી લેવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here