ત્રણ મહિના અગાઉ કલર્સ મરાઠી પર શરૂ થયેલા બિગ બૉસ મરાઠીની બીજી સીઝને પણ શરૂઆતથી જ દર્શકોના મન મોહી લીધા હતા. આ ઘરમાં વિવાદ, ઝઘડા જોયા તો મિત્રતા કેમ નિભાવવી એ પણ શીખવ્યું. સભ્યોને હસતા-રડતા-ઝઘડતા જોયા, એટલું જ નહીં, આ ઘર સભ્યોનો અસલી ચહેરો દર્શકો સમક્ષ લઈ આવ્યું.
બિગ બૉસ મરાઠી સીઝન-૨માં સો દિવસ સુધી બધા સભ્યો કેમેરાની નજરકેદમાં રહ્યા હતા. અને એમાંથી વિજેતા બનીને કોણ બહાર આવે છે એ જાણવાની ઉત્સુકતા બધાને હતી. બિગ બૉસમાં જેને સાહસી, જીગરબાજ, લડવૈયાની ઉપમા જેને મળતી હતી એ શિવ ઠાકરે બીજી સીઝનનો વિજેતા બન્યો. તો નેહા સિતોળે બીજા સ્થાન પર રહી. પહેલા નંબરે આવનાર શિવ ઠાકરેને ૧૭ લાખ રૂપિયાની સાથે બિગ બૉસ મરાઠી ટ્રોફી મળી હતી.