સ્ટાર પ્લસ પર પ્રસારિત થઇ રહેલા ધ વૉઇસની ગ્રૅન્ડ ફિનાલેના ફાઇનલ રાઉન્ડના ચાર સ્પર્ધકોએ જબરજસ્ત પર્ફોર્મન્સ આપ્યું હતું. તો શોના પ્રશિક્ષકો અદનાન સામી, હર્ષદીપ કૌર, કનિકા કપૂર અને અરમાન મલિકે પણ સ્ટેજ ગજવ્યું હતું. શોના વિજેતા બનેલા સુમિત સૈનીને સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેના હસ્તે ઇન્ડિયાઝ અલ્ટીમેટ વૉઇસનો ખાસ ખિતાબ એનાયત કરાયો હતો.
વિજેતા બન્યા બાદ સુમિતે જણાવ્યું કે, ધ વૉઇસના વિજેતા તરીકે મારૂં નામ ઘોષિત થયું અને આશાજી જેવી મહાન ગાયિકાના હસ્તે પુરસ્કાર મેળવવો એ મારા માટે સ્વપ્નવત છે. જો મને હર્ષદીપ કૌરનું પીઠબળ મળ્યું ન હોત અને તેમણે આપેલી મહત્ત્વપૂર્ણ ટિપ્સને કારણે ઍવોર્ડ જીતવામાં સફળ રહ્યો. એ. આર. રહેમાન જેવા દિગ્ગજ સંગીતકાર સામે ગાવું અને મારા પર્ફોર્મન્સને તેમણે જય હો કહ્યું ત્યારે હું સ્વર્ગમાં વિહરતો હોઉં એવું લાગ્યું હતું. ભવિષ્યમાં મને તેમના સંગીતબદ્ધ કરેલ ગીત ગાવાનો મોકો મળશે એવી અપેક્ષા રાખું છું.