પહેલી એનિવર્સરીએ ઝી-5એ 72 નવા શોની જાહેરાત કરી

વેલેન્ટાઇ ડેના ઝી-5એ એની પહેલી એનિવર્સરી ધામધૂમથી ઉજવી હતી. એટલું જ નહીં, આ પ્રસંગે તેમણે એક-બે નહીં પણ માર્ચ 2020 સુધીમાં પૂરા 72 નવા ઓરિજિનલ શો રિલીઝ કરવાની પણ જાહેરાત કરી હતી. એમાં હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી અને મલયાલમ ભાષાની વિવિધ જૉનરના શોનો સમાવેશ થાય છે.

શોની જાહેરાતની સાથે ઝી-5 દ્વારા 19 શોના લોગો પણ રિલીઝ કર્યા હતા. જે 19 શોની જાહેરાત કરવામાં આવી એમાં 11 હિન્દી અને બાકીના પ્રાદેશિક ભાષાના હશે. એ સાથે જાહેરાત કરાઈ હતી કે ટૂંક સમયમાં પોપ્યુલર હિન્દી સિરીઝ કરેનજીત કૌર અને રંગબાઝની નવી સિરીઝ રિલીઝ કરાશે.
ઝી-5ની એનિવર્સરીમાં અર્જુન રામપાલ, એસ. શ્રીસંત, પૂજા ભટ્ટ, શક્તિ કપૂર, સાકિબ સલીમ, મહેશ ભટ્ટ, ગોલ્ડી બહેલ, ગુનીત મોંગા, પરમબ્રાતા ચેટર્જી, રાઇમા સેન, પાયલ સરકાર, રિદ્ધિ સેન, સુજય ધાકે અને વિક્રમ ગોખલે જેવા કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version