તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીએ કર્યો હંગામો

બધાને જાણ છે કે સોઢીને પાર્ટી શાર્ટીનો ઘમો શોખ છે. અને એને મોકો મળે છે જ્યારે રોશન એને એક લગ્નમાં સાથે આવવાનું કહે છે. સોઢી તુરંત કામનું બહાનુ બનાવી લગ્નમાં જવાની ના પાડી દે છે. રોશનને ચિંતા થાય છે અને એન ગયા બાદ શરાબ પીવાની ના પાડે છે. એ સોઢી પાસે વચન માંગે છે કે એ શરાબને હાથ પણ નહીં લગાડે.

એટલામાં કોઈ કારણસર માધવી સોઢીના ઘરે આવે છે અને તેમની વાતચીત સાંભળી લે છે. એટલે એ સોઢીને તેમને ત્યાં જમવા બોલાવે છે. આથી નિરાંતવા થયેલી રોશન ટેન્શન વગર લગ્નમાં જાય છે.
માધવી બાપુજી અને જેઠાલાલને પણ એને ત્યાં રાતના જમવા માટે નોતરૂં આપે છે. પરંતુ સોઢીને તો રાત્રે પાર્ટી કરવી હતી એટલે બિમારીનું બહાનું કાઢી જમવામાંથી બચવા માંગે છે.
હવે શું થશે…ગોકુલધામનું મહિલા મંડળ સોઢી માટે ખીચડી બનાવી એના ઘરે લઈ જશે કે પીને આવેલા સોઢીને રંગે હાથ પકડી લેશે?

Exit mobile version