એક ગધેડાને ભણાવવાની રામાની કોશિશ

રામાનું બુદ્ધિ ચાતુર્ય અને ચતુરાઈને કારણે વિજયનગરની તમામ મુશ્કેલીઓનું નિવારણ કરવાની સાથે દર્શકોને સતત આશ્ચર્યચકિત કરતો સોની સબનો શો તેનાલી રામા લોકપ્રિયતામાં અવ્વલ નંબરે છે. વિજયનગરને જીતી ન શકવાથી હતાશ સુલ્તાન (શિવેન્દ્ર) ફરી કૃષ્ણદેવ રાયને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે.

કૃષ્ણદેવ રાય (માનવ ગોહિલ)ને મારવાના પ્રયાસમાં અગાઉ પણ નિષ્ફળ રહેલો સુલ્તાન શરીફા (રામ મહેર)ને જાદુઈ મણિના પડકાર સાથે દરબારમાં મોકલે છે. આ મણિ એવી ધાતુમાંથી બનાવાયો છે જે માનવ શરીરના સંપર્કમાં આવ્યાના બે કલાકમાં પીગળી જાય છે. શરીફો યેન કેન પ્રકારણે રાજાને મનાવી લે છે. કૃષ્ણદેવરાય મણિની સુરક્ષાની જવાબદારી રામા (કૃષ્ ભારદ્વાજ)ને સોંપે છે. તો સુલ્તાન રામાનું ધ્યાન અન્યત્ર કેન્દ્રિત રહે એ માટે એક ગધેડાને રામા પાસેભણવા મોકલાવે છે. અનેક ચીજો એક સાથે ભેગી થવાથી રામા મણિ અને કૃષ્ણદેવ રાયનું સુરક્ષા કેવી રીતે કરે છે એ રોચક રીતે દર્શાવાયું છે.

Exit mobile version