બૉલિવુડ હોય કે હૉલિવુડ સેલિબ્રિટી, હંમેશ તેમના અભિનયની સાથે લક્ઝરી લાઇફસ્ટાઇલ અને ફૅશન સેન્સને કારણે ચર્ચામાં રહેતા હોય છે. એમાંય અનેક સેલિબ્રિટી તેમની મોંઘીદાટ વસ્તુઓ કે ડિઝાઇનર કોસ્ચ્યુમને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલ પ્રિયંકા ચોપરા એના એક જેકેટને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાની એરણે ચડી છે.
અત્યારે સામાન્યથી લઈ સેલિબ્રિટી સુધી તમામ ક્રિસમસની ઉજવણીના મૂડમાં છે. એમાં પ્રિયંકા ચોપરા એના પતિ નિક જોનાસ પણ સામેલ છે અને તેઓ લંડનમાં ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે. એના ફોટા પણ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. એમાંના એક ફોટોમાં પ્રિયંકાએ ઑફ વાઇટ કલરનું જેકેટ પહેર્યું છે. આ જેકેટ જોવામાં એકદમ સાદું લાગે છે પણ એની કિંમત આંચકો આપનારી છે.
પ્રિયંકાએ મૅકેજ બ્રાન્ડનું જે જેકેટ પહેર્યું છે એની કિંમત છે ૯૫૦ ડૉલર, લગભગ ૭૦ હજાર રૂપિયા. હવે આટલું મોંઘું જેકેટ હોય તો સોશિયલ મીડિયા પર એની ચર્ચા તો થવાની જ.