મુંબઈમાં મોડી રાત સુધી મોજ માણવાના અનેક રેસ્ટો-બાર છે પણ ફોર્ટ જેવા ધમધમતા વિસ્તારમાં સ્વાદિષ્ટ એશિયન અને કૉન્ટિનેન્ટલ ફૂડ સાથે બારની પણ સુવિધા ધરાવતા નવા યેન ઇન મુંબઈનો શુભારંભ બૉલિવુડની હસ્તીઓની ઉપસ્થિતિમાં થયો છે.
યેનના ઓપનિંગમાં ક્રેમ-દ-લા-ક્રીમ ભીડ જોવા મળી હતી. જેમાં શિબાની કશ્યપ, બ્રિન્દા પારેખ, અયાન લાલ, અરિહંત કોઠારીસ, કુનિકા સદાનંદ, થોમસ નોથિસ, અભિષેક છાબરિયા, શેરા (સલમાન ખાનનો બૉડીગાર્ડ) કૈલાશ સાહની, ડીજે અકબર સામી, સઈ માંજરેકર, ઐશ્વર્યા ભીંડે અને મંજુ ભીંડે વગેરેનો સમાવેશ થાય છે.
યેનના શુભારંભ પ્રસંગે અમિત દેસાઈએ જણાવ્યું કે, અગાઉ હોટેલિયર તરીકે કામ કરી ચુક્યો હવોથી મારી પોતચાની એક આગવી બ્રાન્ડ બનાવવાનું મારું સપનું હતું જે લોકોના દિલોમાં પણ વસતી હોય. આજે મારા એ સપનાની શરૂઆત થઈ રહી છે અને મારા નવા સાહસ, પહેલા સંતાન યેનને આવકારતા આનંદ અનુભવી રહ્યો છું.
યેનનું ઇન્ટિરિયર્સ આધુનિક-ચીક આઉટલૂકથી ડિઝાઇન કરવામાં આવ્યું છે જે “યેન”ની આગવી ઓળખ બની રહેશે. ઉપરાંત દરેક ડિપાર્ટમેન્ટને આગવી ઓળખ આપવા વિશિષ્ટ પ્રકારની લાઇટિંગની ઇફેક્ટ આપવામાં આવી છે.
યેનની આગવી ઓળખ બની રહેશે ત્યાં સર્વ કરાતા ફૂડ અને ડ્રિન્ક્સ. અહીના કૉન્ટિનેન્ટલ અને એશિયન ફૂડનો સ્વાદ તમે ક્યારેય ભૂલી શકશો નહીં. અહીં તમને હેલ્ધી કેટરેડ ફૂડ, ફિંગર ફૂડ, કૉમેબો ફૂડ સહિત અનેક વાનગીઓનો રસ્સ્વાદ માણવા મળશે. ઉપરાંત કોકટેલ અને મોકટેલની અનેક વેરાયટી પણ તમે ટેસથી માણી શકશો.