ઍડ વર્લ્ડ અને ફૅશનની દુનિયાના જાણીતા સિનેમેટોગ્રાફર ઓવૈસ ખાન દિગ્દર્શિત અને વિજય મૂલચંદાની નિર્મિત ફિલ્મ 18 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી હોવાથી ફિલ્મની પૂરી ટીમ દેશભરમાં પ્રચારકાર્યમાં લાગી ગઈ છે. આના અનુસંધાનમાં સિદ્ધાંત કપૂર, ઇશિતા રાજ શર્મા, સુભા રાજપુત અને યશવી મૂલચંદાની ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ ગયા હતા. મોરિશિયમાં શૂટ થયેલી ફિલ્મ યારામમાં પ્રતીક બબ્બર, અનીતા રાજ અને દિલીપ તાહિલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. એ. ડી. ફિલ્મ્સના હરીશ પટેલ 18 ઓક્ટોબરે ફિલ્મને દેશભરમાં રિલીઝ કરશે.