ચાંદની બાર જેવી ક્લાસિક ફિલ્મના લેખક તરીકે રાષ્ટ્રીય અવૉર્ડનું નોમિનેશન મળવનારા મોહન આઝાદ તેમની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ વ્હૉટ અ કિસ્મત લઈને આવી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું.
વ્હૉટ અ કિસ્મત 1 માર્ચ, 2024ના કે. સેરા સેરા દ્વારા રિલીઝ થઈ રહી છે. ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે ચંદુ (યુદ્ધવીર). ચંદુ એક એવી વ્યક્તિ છે જે સપના તો મોટા જુએ છે પણ નસીબ એને સાથ આપતું નથી. એની પત્ની આરતી (વૈષ્ણવી) એનાથી ત્રસ્ત છે. તો બૉસ (ભરત દાભોલકર) ચંદુના કામથી એટલો નારાજ છે કે એને નોકરીમાંથી કાઢવાનું વિચારી રહ્યો છે. તો અન્ય યુવતી (માનસી) ચંદુના અસ્તિત્વને જ સ્વીકારવા તૈયાર નથી.
પરંતુ ખુદા મહેરબાન તો ગધા પહેલવાન કહેવત તો તમને યાદ હશે જ. આ કહેવત ચંદુને બરોબર લાગુ પડે છે. એવો સમય આવે છે કે અનેક ઉતારચઢાવ બાદ ચંદુને અઢળક પૈસા તો મળે જ છે. એ સાથે અન્ય યુવતી અને પોલીસનો પણ ભેટો થાય છે. પૈસા મળવાથી રાજીન રેડ થયેલા ચંદુ પાછળ અતિ ઉતસાહી રિપોર્ટર (શ્રીકાંત), અતિ ઉત્સાહી ઇન્સ્પેક્ટર (રોનિત) અને અતિ સ્માર્ટ એસપી (ટીકુ તલસાણિયા) પડી જાય છે. હવે ચંદુને લાગે છે કે એનું જીવન એક મજાક બની ગયું છે.
વિખ્યાત વૉઇસ ઑવર આર્સ્ટ યુદ્ધવીર દહિયા ફિલ્મમાં ચંદુની ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત વૈષ્ણવી, ટીકુ તલસાણિયા, ભરત દાભોલકર, રોનિત અગ્રવાલ, શ્રીકાંત માસ્કી, આનંદ મિશ્રા, રિયા ચૌધરી અને અતુલ. ફિલ્મના નિર્માતા છે અંશય રૉય, અખિલેશ રાય, મધુ મોહન.