વિજયના જન્મદિનના અવસરે ફિલ્મને સમગ્ર ઉત્તર કર્ણાટક અને કેરળમાં રિલીઝ કરાશે
સાઉથના સ્ટાર વિજયની સુપરહિટ ઍક્શન થ્રિલર મર્સલને ફરી રિલીઝ કરાશે. જૂન ૨૦૨૫માં વિજયના જન્મદિનના અવસરે ફિલ્મને સમગ્ર ઉત્તર કર્ણાટક અને કેરળમાં રિલીઝ કરાશે. આ અંગેની પૂરી તૈયારી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર પવન કુમાર ટોલસરિયાએ પૂરી કરી છે. ફિલ્મમાં વિજયની સાથે સામંથા રુથ પ્રભુ અને કાજલ અગ્રવાલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાનનું છે જ્યારે દિગ્દર્શક છે જવાન ફૅમ એટલી.
ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે ડૉ. મારન. પોલીસ મારનને ખોટી રીતે એના સહકર્મી ડૉ અર્જુન ઝકરિયાની હત્યાના આરોપમાં ધરપકડ કરે છે. જોકે મારનને ટૂંક સમયમાં જાણ થાય છે કે અસલી ગુનેગાર એનો હમશકલ છે જે મેડિકલ ઉદ્યોગના ભ્રષ્ટાચારને જગજાહેર કરવા માગે છે.