- જ્યોતિ વેંકટેશ
1hના હેમા ઉપાધ્યાયનો આભાર, હું કન્નડ, હિન્દી, મલયાલમ, તેલુગુ અને તમિલમાં PAN ઈન્ડિયા ફિલ્મ વિજયાનંદના બહુવિધ ભાષાઓના ટ્રેલર લૉન્ચને ફિલ્મી ઍક્શન માટે કવર કરવા ફ્લાઇટમાં મુંબઈથી બેંગલુરુ પહોંચ્યો. લૉજિસ્ટિકની દુનિયાના બાદશાહ વિજય બસવન્નેપ્પા સંકેશ્વરના જીવની પર આધારિત બાયોપિક છે. જેમણે 19 વર્ષની વયે ઉત્તર કર્ણાટકના મધ્યમાં આવેલા એક નાનકડા શહેર ગડગથી માત્ર એક વાહન સાથે ટ્રાન્સપોર્ટના બિઝનેસની શરૂઆત કરી હતી. આજે પણ તેઓ આ નાનકડા શહેરમાં જ રહે છે.
તેઓ કહે છે કે, શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ બહાદુરીથી તે બધાનો સામનો કર્યો અને માત્ર એક ટ્રકથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને આજે 5500 વાહનોના માલિક છે. તેમના પિતાને ચિંતા છે કે તેમનો પુત્ર નવા ધંધામાં સાહસ કરી રહ્યો છે જેમાં અનેક મુશ્કેલી આવી શકે છે જેના વિશે તેને જાણકારી નથી. પણ તેમનો દીકરો એક દિવસ એ જ ઈન્ડસ્ટ્રીમાં મોટો બિઝનેસમેન બને છે. તેમનો કાફલો વિજયાનંદ રોડ લાઇન્સ (VRL) હવે ભારતની સૌથી મોટી પરિવહન કંપનીઓમાંની એક બની ગઈ છે. વિજય મીડિયા વ્યવસાયમાં પણ સાહસ કરે છે અને કન્નડમાં વિજયા વાહિની નામની સફળ ચૅનલ શરૂ કરે છે.
કન્નડ ફિલ્મ ઉદ્યોગ વિવિધ શૈલીની કેટલીક અદ્ભુત ફિલ્મો બનાવી રહ્યું છે જેને સમગ્ર દેશમાં પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવી છે. જ્યારે ‘KGF’ ફ્રેન્ચાઇઝી જેવી કેટલીક લાર્જર-ધેન-લાઇફ ફિલ્મો આવી છે, ત્યાં કાર્તિકેય 2, ‘777 ચાર્લી’ અને ‘કાંતારા’ જેવી ભાવનાત્મક ફિલ્મો પણ છે. આ ફિલ્મોના પગલે, પદ્મશ્રી વિજય સંકેશ્વરની બાયોપિક ‘વિજયાનંદ’ 9 ડિસેમ્બરે હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
ઋષિકા શર્મા દ્વારા દિગ્દર્શિત, કન્નડમાં આજ સુધી બનેલી પ્રથમ બાયોપિકમાં નિહાલ રાજપૂત નામના પ્રમાણમાં નવા અભિનેતા છે, જે લોકપ્રિય તમિલ અભિનેતા વિજયસેતુપતિ સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે. નિહાલે અગાઉ 2018 માં ટ્રંક વે બેક નામની કન્નડ હૉરર ફિલ્મ સાથે કરિયરની શરૂઆત કરી હતી, કેટલીક ફિલ્મો તેમજ ટીવી સિરિયલોમાં એણે નકારાત્મક ભૂમિકાઓ પણ ભજવી હતી.
વિજય સંકેશ્વર નાના પાયે શરૂઆત કરીને દેશના સૌથી મોટા કૉમર્શિયલ વાહનોના કાફલાના માલિક બનવાની તેમની ઘટનાપૂર્ણ સફર માટે જાણીતા છે. વિનમ્ર બિઝનેસ મેગ્નેટ કર્ણાટકમાં દિગ્વિજય 247 ન્યૂઝ નામની ન્યૂઝ ટીવી ન્યૂઝ ચૅનલ ઉપરાંત વિજયવાણી નામના અગ્રણી અખબારની માલિકી ધરાવે છે. તેમના પુત્ર આનંદ સંકેશ્વર કે જેઓ VRL ગ્રૂપના ચેરમેન પણ છે અને VRL ફિલ્મ્સના કર્તાધર્તા કહે છે, “ઘણા લોકો એવા હતા કે જેમણે બાયોપિક બનાવવાના અધિકારો માટે અમારો સંપર્ક કર્યો પરંતુ ઋશિકા શર્મા અને નિહાલની ઇમાનદારી અને સ્ક્રિપ્ટ જોઈ અમને ખાતરી થઈ કે તેઓ મારા પિતાની અત્યાર સુધીની સફરને યોગ્ય ન્યાય આપશે.
પાંચ અલગ-અલગ ભાષાઓમાં ફિલ્મનું ટ્રેલર જોવા માટે કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને તેલંગાણા જેવા વિવિધ રાજ્યોમાંથી બેંગલુરુ આવેલા પત્રકારોને સંબોધતા આનંદ સંકેશ્વરે કહ્યું કે તેઓ પિતા પાસેથી ઘણું શીખ્યા છે. ફિલ્મ તેમના જીવનના સંઘર્ષ વિશેની છે. તેમાં દૃઢ નિશ્ચય અને દ્રઢતા વ્યક્તિને કેવી રીતે નવી ઊંચાઈઓ સર કરી શકે છે એ સંદેશ હશે. તેમણે કહ્યું કે વિજયાનંદ પછી તે VRL પ્રોડક્શનના બેનર હેઠળ થોડી વધુ ફિલ્મો બનાવવાનું વિચારી રહ્યા છીએ.
નિહાલે મને વિજય સર પરની બાયોપિકનું સૂચન કર્યું, અમને પણ થયું કે તેમની સફરમાં ઘણું બધું છે જેના વિશે લોકો જાણતા નથી. તેમની વાર્તા દરેકને પ્રેરણા આપશે. હવે યુએફઓ મૂવીઝ બૉર્ડમાં આવવા સાથે, અમે સમગ્ર દેશના વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચવાનું વિચારી રહ્યા છીએ. વિજય સંકેશ્વર સર વિશે ઘણું બધું કહેવાનું છે પણ ફિલ્મ માત્ર અઢી કલાકની જ સીમિત રાખવી પડશે. યોજના હવે પછીના તબક્કે વેબ સિરીઝ પણ બનાવવાની છે,” ફિલ્મનું દિગ્દર્શન કરી રહેલા ઋશિકા શર્માએ કહ્યું.
ફિલ્મનું મધુર અને આકર્ષક તેમજ કર્ણપ્રિય સંગીત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ ફિલ્મ સંગીતકાર ગોપી સુંદર દ્વારા રચવામાં આવ્યું છે. કીર્તન પૂજારી અને હેમંતે અનુક્રમે સિનેમેટોગ્રાફી અને એડિટિંગ કર્યું છે, જ્યારે આર્ટ અને કોસ્ચ્યુમ ઋશિકા શર્માએ ડિઝાઇન કર્યા છે. વિજયાનંદમાં ભરત બોપન્ના, અનંત નાગ, રવિ ચંદ્રન, પ્રકાશ બેલાવાડી પણ છે જે વિજય સામે કાવતરાઓ કરે છે. ઉપરાંત સિરી પ્રહલાદ, વિનય પ્રસાદ, અર્ચના કોટિગે અને અનીશ કુરુવિલા મુખ્ય ભૂમિકામાં છે. યુએફઓ મૂવીઝ, ‘રોકેટરી’, ‘777 ચાર્લી’, ‘કાર્તિકેય 2’, ‘બિંબિસાર’ અને ‘પ્રેમ ગીત 2’ જેવી પાન ઈન્ડિયા ફિલ્મોના વિતરણ માટે જાણીતી છે, તે સમગ્ર ભારતમાં ફિલ્મનું વિતરણ કરશે. આ ફિલ્મથી VRL ફિલ્મ્સના પ્રોડક્શનમાં જંપલાવી રહી છે.
વિજય સંકેશ્વરે ઉમેર્યું કે, દરેક વ્યક્તિમાં એક હીરો હોય છે અને વ્યક્તિએ તેના જીવનમાં સફળ થવા માટે તેનું સંઘર્ષ કરવો જોઈએ. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે તેમનું ફિલ્મ ક્ષેત્રે આવવાનું સપનું હતું, જે ધંધામાં વધુ પડતી વ્યસ્તતાને કારણે તે અત્યાર સુધી પૂર્ણ કરી શક્યો નહોતો.