બરોડા સ્થિત ગુજરાતી રંગભૂમિના કલાકાર અને દિગ્દર્શક તરીકે સક્રિય ત્રંબક જોશીએ ઘણી ગુજરાતી સિરિયલ, ફિલ્મોમાં અભિનય અભિનય કર્યો હતો..
હીમ દંશ, પારકે ઘેર લીલા લહેર, કંકુ કાજળથીય કાળુ, સંતાકૂકડી, પ્રીત પીયુ ને પાનેતર, છેલ છબીલો ગુજરાતી, છોરું કછોરું, જરા અહીં આવજો, શ્રદ્ધા ફળી, કરિયાવર, મોત મલકે મધરાતે, રમત છે પણ રાતની, વાત બહાર જાય નહીં, ઢીંગલીની સાથે ઢીંગલો રમે, નગરવધુ જેવા નાટકો ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં દેશ રે જોયા દાદા પરદેશ જોયા, ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું, પાટણથી પાકિસ્તાન, પ્રીત જન્મો જન્મની ભુલાય નહીં, વાવ, અમદાવાદથી પાલનપુર વાયા કડી કલોલ, ભક્ત પ્રહલાદ જેવી અગણિત ફિલ્મોનો સમાવેશ થાય છે.
તેમણે ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાથી લઈ આજના વિક્રમ ઠાકોર-મમતા સોની સાથે અભિનયના ઓજસ પાથર્યા હતા. એટલું જ નહીં, જૂની પેઢીના દિગ્દર્શકથી લઈ આજના દિગ્દર્શકો સાથે પણ કામ કર્યું છે.
એમનાં દીકરા નીરજ જોશીએ ગયા વર્ષે જ મલ્હાર ઠાકર અભિનીત સુપર હિટ ગુજરાતી ફિલ્મ “શરતો લાગુ”નું દિગ્દર્શન કર્યું હતું.
સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના.
- દીપક એમ. અંતાણી