વરૂણ ધવને એની સહ અભિનેત્રીને આપી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

વરૂણ – ક્રીતિએ તાજેતરમાં અરૂણાચલ પ્રદેશમાં હૉરર કૉમેડી ફિલ્મનું શૂટિંગ શિડ્યુલ પૂરૂં કર્યું

વરૂણ ધવન એની આગામી કૉમેડી હૉરર ફિલ્મ ભેડિયામાં ક્રીતિ સેનન સાથે જોવા મળશે. તાજેતરમાં તેમણે અરૂણાચલ પ્રદેશ ખાતેના શૂટિંગનું શિડ્યુલ પૂરૂં કર્યું હતું.

ફિલ્મની મુખ્ય બેલડી ઑફ સ્ક્રીન તાલમેલ પણ જબરજસ્ત જોવા મળી રહ્યો છે એટલું જ નહીં તેમની શૂટિંગ સમયની મજેદાર ક્ષણોની ઝલક દર્શાવતા રહે છે. વરૂણ ધવને એના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ક્રીતિ સેનનને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા આપતા કહ્યું, હંમેશા જીવનના તમામ લક્ષ્યો પ્રાપ્ત કરવાની સાથે તમને કાયમ ખુશ રહેતા જોવા માગીએ છીએ. આઈ વુલ્ફ યુ.

ક્રીતિ સેનન અને વરૂણ ધવન સાત વરસ બાદ સિલ્વર સ્કીન પર સાથે જોવા મળશે. જિયો સ્ટુડિયોઝ અને દિનેશ વિજનની મેડૉક ફિલ્મ્સ દ્વારા નિર્મિત ભેડિયા 25 નવેમ્બર, 2022ના રિલીઝ થશે.

Exit mobile version