એકવીસ વરસ બાદ ભારતની હરનાઝ સંધુ મિસ યુનિવર્સનો તાજ જીતી

હરનાઝે સત્તર વરસની વયથી બ્યૂટિ કૉન્ટેસ્ટમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી

ભારતની હરનાઝ સંધુ (21)એ મિસ યુનિવર્સ 2021નો તાજ જીતી છે. આ સ્પર્ધા 12 ડિસેમ્બરે ઇઝરાયે ખાતે યુનિવર્સ ડૉમ ખાતે યોજી હતી. ઉલ્લેખની ય છે કે 21 વરસ વાદ કોઈ ભારતીય સુંદરી આ ખિતાબ જીતી શકી છે. એકવીસ વરસ પહેલાં વર્ષ 2000માં યોજાયેલી સ્પર્ધામાં લારા દત્તાએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો.

હરનાઝ સંધુ મિસ યુનિવર્સ બની એના સમાચાર મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશનના અધિકૃત ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. હરનાઝને વિજેતાનો ક્રાઉન પહેરાવવામાં આવ્યો એનો વિડિયો પણ શેર કર્યો હતો. વિડિયો ક્લિપમાં મેક્સિકોની મિસ યુનિવર્સ 2020 આંન્દ્રિયા મેઝા ભાવુક બનેલી હરનાઝને મિસ યુનિવર્સનો તાજ પહેરાવતી નજરે પડે છે.

ચંડીગઢ સ્થિત સિખ પરિવારમાં જન્મેલી હરનાઝને પહેલાથી જ ફિટનેસ અને યોગની ઘેલી છે. કિશોરાવસ્થાથી જ હરનાઝ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લોવાની શરૂઆત કરી હતી. 2017માં મિસ ચંડીગઢનો ખિતાબ જીત્યા બાદ એણે પાછા વળીને જોયું નથી. 2018માં મિસ મૅક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયા 2018 અવૅર્ડ જીતી. બે પ્રતિષ્ઠિત ખિતાબ મેળવ્યા બાદ હરનાઝે આ મિસ ઇન્ડિયા 2019માં ભાગ લીધો અને ટૉપ-12માં સ્થાન મેળવ્યું. તો આ વરસે સપ્ટેમ્બરમાં યોજાયેલી મિસ દિવા યુનિવર્સ ઇન્ડિયા 2021માં વિજેતા બની હતી. હરનાઝ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહી છે.

Exit mobile version