ટૂંક સમયમાં આવી રહી છે પિતા-પુત્ર અનિલ કપૂર-હર્ષવર્ધનની ફિલ્મ થાર

હર્ષવર્ધન કપૂર અને અનિલ કપૂરની ફિલ્મ 6મે, 2022ના નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે

બૉલિવુડના ઝકાસ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ થાર 6 મે, 2022ના નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. રહસ્ય અને રોમાંચથી ભરપુર ફિલ્મમાં અનિલ કપૂર, હર્ષવર્ધન કપૂર, ફાતિમા સના શેખ, સતીશ કૌશિક મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર 18 એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું. ટ્રેલરમાં પિતા-પુત્રની જોડી ધમાલ કરતી જોવા મળે છે. ટ્રેલર જોઈને લાગી રહ્યુ છે કે ફિલ્મ જબરજસ્ત ઍક્શન અને સસ્પેન્સથી ભરપુર હશે.

થારના ટ્રેલરની શરૂઆત વેરાન રણમાં થાય છે જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર (અનિલ કપૂર) સતીશ કૌશિક સાથે મળી એક હત્યાના કેસની તપાસ કરી રહ્યા છે. ત્યાર બાદ હર્ષવર્ધનની ધમાકેદાર એન્ટ્રી થાય છે જે પોતાને એન્ટિક વસ્તુઓનો બિઝનેસ કરતો હોવાનું જણાવે છે. પણ એની વાતોમાં ઝોલ નજરે પડે છે. જ્યારે ફાતિમા સના શેખ રાજસ્થાની યુવતીના પાત્રમાં છે જે હર્ષવર્ધનના પ્રેમમાં પડે છે. ફિલ્મ મજેદાર બનતી એટલા માટે લાગે છે કે એક પછી એક હત્યાઓ કોણ કરાવી રહ્યુ છે? ઉપરાંત હર્ષવર્ધન હકીકતમાં છે કોણ અને અહીં આવવાનો એનો હેતુ શું છે?

અનિલકપૂર અને હર્ષવર્ધનની આ બીજી ફિલ્મ છે. ટ્રેલર લૉન્ચ દરમિયાન હર્ષવર્ધનની કામ કરવાની સ્ટાઇલ અંગે અનિલ કપૂરે એક મજેદાર વાત કરી. અનિલે કહ્યું કે, હર્ષને મેં ક-બે સજેશન કર્યા પણ એ માન્યો નહીં. એણે બધું પોતાની રીતે કર્યું. એ દૃશ્ય જોયા બાદ મને લાગ્યું કે હું ખોટો હતો અને એ સાચો. અનિલ કપૂરે વધુમાં જણાવ્યું કે આ ફિલ્મ મારા માટે હર્ષ જ લાવ્યો હતો એ હિસાબે પણ મારા માટે આ ફિલ્મ ખાસ છે. હર્ષની ફિલ્મો અંગેના વિચારો અલગ જ છે.

થારના લેખક-દિગ્દર્શક છે રાજ સિંહ ચૌધરી. થાર રાજની પહેલી ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયા બાદ અનિલે એની પોસ્ટમાં લખ્યું હતું, રેગિસ્તાન કે રેત મેં દબે રાઝ ભી અબ કાનૂન કે ઇન લંબે હાથો સે નહીં બચ પાયેંગે. થાર દેખિયેગા જરૂર… આ રહા હૈ જલ્દ હી, નેટફ્લિક્સ પર.

દેશના સૌથી સુંદર લોકેશન પર ફિલ્માવાયેલી ફિલ્મ થારમાં બીજી એવી ફિલ્મ છે જેમાં અનિલ કપૂર અને હર્ષવર્ધન એક સાથે જોવા મળશે. અગાઉ પિતા-પુત્રએ બ્લૅક કૉમેડી ફિલ્મ એકે વર્સસ એકેમાં સાથે કામ કર્યું હતું. થારનું નિર્માણ અનિલ કપૂરના પ્રોડક્શન હાઉસે કર્યુ છે.

તાજેતરમાં સાઉથની હિન્દી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે એ અંગે અનિલે જણાવ્યું કે, મારી ફિલ્મી કરિયર તેલુગુ ફિલ્મ વમ્સા વૃક્ષમ સાથે થઈ હતી. 1983માં મણિરત્મનમની ડેબ્યુ ફિલ્મ પલ્લવી અનુ પલ્લવમાં પણ કામ કર્યું હતું. એ સાથે અનિલે ઉમેર્યું કે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી હંમેશ પ્રેરણારૂપ રહી છે. તેમણે હંમેશ સારી ફિલ્મો બનાવી છે જેને લોકોએ પસંદ કરી છે. રામ ઔર શ્યામથી લઈ એક દૂજે કે લિયે જેવી સુપર હિટ ફિલ્મો બનાવી જેની હિન્દી રીમેક પણ હિટ રહી. સાઉથની ફિલ્મ કરવાથી મારામાં ડેડિકેશન, પ્રોફેશનલિઝમ અને ડિસિપ્લિન શીખ્યો. સાઉથની હિન્દી રીમેક હમ આપકે દિલ મેં રહેતે હૈ, હમારા દિલ આપ કે પાસ હૈ જેવી સુપર હિટ ફિલ્મો મેં કરી છે.

 

ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં કોણ શું કહ્યું એ સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://youtu.be/BEqPP5dMBS8

Exit mobile version