પ્યાર, વિશ્વાસ અને પોતાને શોધવાની ભાવુક સફર
હિંદી સિનેમામાં ફરી એકવાર દિલને સ્પર્શે તેવી લવ સ્ટોરી આવી રહી છે. બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ના જાને કૌન આ ગયા’ નું ટ્રેલર તાજેતરમાં ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું. પ્રેમ, સંબંધોમાં વિશ્વાસ, અધૂરાપણું અને પોતાને ઓળખવાની લાગણીને સુંદર રીતે રજૂ કરતી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી રહ્યું છે.
ભાવનાત્મક કહાનીની ઝલક
ના જાને કૌન આ ગયા Na ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જતીન સરમા, મધુરિમા રૉય અને પ્રણય પચૌરી નજરે પડે છે. ફિલ્મનું દિગ્દર્શન વિકાસ અરોરા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે નિર્માણ વિપુલ ધવન અને પૂજા અરોરા દ્વારા થયું છે.
૨ મિનિટ ૨૬ સેકન્ડનું ટ્રેલર એક હૃદયસ્પર્શી સંવાદથી શરૂ થાય છે… “પ્યાર બડી કમાલ કી ફીલિંગ્સ હોતી હૈ.” ત્યારબાદ જતીન સરના અને મધુરિમા રોયની માસૂમ પ્રેમકથા દર્શકોને ભાવનાત્મક રીતે જોડે છે. ઉત્તરાખંડની બરફીલી પહાડીઓ, શાંત સરોવરો અને રોમેન્ટિક પળો ટ્રેલરને દૃશ્યાત્મક રીતે અત્યંત સુંદર બનાવે છે.

લવ ટ્રાયએંગલ અને સંઘર્ષ
ટ્રેલરના મધ્યભાગમાં ઇન્ટેન્સ ફ્લેશબેક સીન સાથે પ્રણય પચૌરીના પાત્રની એન્ટ્રી થાય છે, જે વાર્તાને લવ ટ્રાયએંગલ તરફ દોરી જાય છે. અહીં પ્રેમ, તણાવ, અસમંજસ અને આત્મશોધની લડાઈ ખૂબ અસરકારક રીતે રજૂ થાય છે. ખાસ કરીને જતીન સરના અને પ્રણય પચૌરી વચ્ચેના ટકરાવભર્યા દૃશ્યો અને ડાયલોગ્સ ગાઢ અસર છોડી જાય છે.
ટ્રેલરના અંતમાં ગુંજતો સંવાદ — “એક વ્યક્તિ સંપૂર્ણ છે… અને બીજો પોતાને શોધી રહ્યો છે” — દિલને સ્પર્શી જાય છે. ફિલ્મનું ટાઇટલ ટ્રેક રેખા ભારદ્વાજના અવાજમાં ભાવનાત્મક ઊંડાણ ઉમેરે છે.
સ્ટારકાસ્ટના વિચારો
લૉન્ચ ઇવેન્ટ દરમિયાન જતીન સરનાએ કહ્યું કે આ ફિલ્મ પ્રેમની નાજુકતા દર્શાવે છે. મધુરિમા રોયે આધુનિક સંબંધોની હકીકત પર પ્રકાશ પાડ્યો, જ્યારે પ્રણય પચૌરીએ પોતાના પાત્રને આત્મસંઘર્ષનું પ્રતિબિંબ ગણાવ્યું. દિગ્દર્શક વિકાસ અરોરાએ જણાવ્યું કે ફિલ્મ પ્રેમને રૂઢિચુસ્ત વિચારોથી આગળ લઈ જાય છે.
રિલીઝ ડેટ
મજબૂત અભિનય, ભાવુક સંવાદ, મનમોહક દૃશ્યો અને મધુર સંગીત સાથે ‘ના જાને કૌન આ ગયા’ ફિલ્મ ૬ માર્ચ ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.








