જેકી શ્રોફ… બૉલિવુડના ભીડુને સેટ પર સ્પૉટ બૉય કે અન્યો સાથે બીડી પીતા કે મજાક મસ્તી કરતા અનેકવાર જોવા મળ્યો છે. આટલો મોટો સ્ટાર હોવા છતાં એનામાં કોઈ ઘમંડ નથી કે એના જૂના દિવસો પણ ભૂલ્યો નથી.
તાજેતરમાં જેકીનું આવું જ એક અલગ સ્વરૂપ જોવા મળ્યું હતું. હકીકતમાં જેકી શ્રોફના પુણેના ચાંદખેડા ખાતેના ફાર્મ હાઉસમાં દેખભાળનું કામ કરતા નોકરના પિતાનું અવસાન થયું હતું. જેકીને આ વાતન જાણ થતાં એ તાબડતોબ ચાંદખેડા ગયો અને નોકરના પરિવારજનોને સાંત્વના આપી. જેકી શ્રોફ પણ ઘરનોકરના પરિવારજનો સાથે નીચે બેઠેલો જોવા મળે છે. જેકીનો આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જેકીના ફાર્મ હાઉસમાં દિલીપ ગાયકવાડ નામનો યુવાન કામ કરે છે. એના પિતા ટૂંકી માંદગી બાદ અવસાન પામ્યા . આ વાતની જાણ થતાં જેકીએ સાગર અને એના પરિવારજનોની મુલાકાત લીધી અને સાંત્વના આપી હતી. આ અગાઉ પણ એને ત્યાં કામ કરતી એક યુવતીની દાદીનું અવસાન થયું ત્યારે એના પરિવારને સાંત્વન આપવા પણ ગયો હતો.
ફાર્મ હાઉસમાં કામ કરતા કર્મચારીના પરિવારજનોને સાંત્વના આપતો જેકી શ્રોફ
જેકી વાલકેશ્વરની ચાલીની સિંગલ રૂમમાં રહેતો એ વાત ભૂલ્યો નથી અને કોઈ દિવસ નાના-મોટાનો ભેદભાવ કરતો નથી. જીવ પ્રત્યે જોવાનો તેનો એક સ્પષ્ટ દૃષ્ટીકોણ છે. એના અંગત જીવન, અનુભવ અંગે એ મોકળા મને વાતો કરતો હોય છે.