રોમાન્ટિક કૉમેડી ફિલ્મ હરિયાણાનું ટ્રેલર લૉન્ચ કરાયું

અભિનેતાથી દિગ્દર્શક બનેલા સંદીપ બસવાનાની ફિલ્મ છે હરિયાણા

તાજેતરમાં હરિયાણા ફિલ્મનું ટ્રેલર મુંબઈ ખાતે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ અવસરે અભિનેતા-દિગ્દર્શક સંદીપ બસવાના ઉપરાંત ફિલ્મના કલાકારો યશ ટોન્ક, આશ્ર્લેષા સાવંત, રોબી મેઢ, મોનિકા શર્મા અને આકર્ષણ સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દી ફિલ્મ હરિયાણા ત્રણ ભાઈઓની વાત છે. મહેન્દ્ર સૌથી મોટો છે તો બીજા નંબરનો જયબીર હિસારમાં અભ્યાસ કરી રહ્યો છે. તો સૌથી નાનો જુગનુ વીસેક વરસનો છે પણ અતિશય લાડમાં ઉછર્યો છે. ત્રણે ભાઈઓ એક જ સમયે પ્રેમમાં પડે છે અને એ જફિલ્મની વાર્તાનું મૂળ છે. નાનો જુગનુ ફિલ્મોનો શોખીન છે. એ એના ત્રણ લંગોટિયા મિત્રો સાથે મોજથી રહે છે. એને માટે જ્યારે ફિલ્મ જોવા મળે તો જાણે સ્વર્ગનું સુખ મળ્યા જેવો આનંદ અનુભવતો. આવા જ એક દિવસે એ આલિયા ભટ્ટની ફિલ્મ જુએ છે અને એનું માસુમ દિલ આલિયા ભટ્ટના પ્રેમમાં પડી જાય છે. ત્યાર બાદ ફિલ્મની વાર્તામાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન આવે છે. અહીં મોટોભાઈ કેવી રીતે એના ભાઈની લાગણીઓને એની ભાવનાઓની રક્ષા માટે બધું જ કરી છૂટે છે.

ટ્રેલર લૉન્ચ કરતી વખતે સંદીપ બસવાનાએ કહ્યું કે, હરિયાણા એક રોમાન્ટિક કૉમેડી છે. એ સાથે ભાઈઓ વચ્ચેના પ્રેમ અને બૉન્ડિંગ પણ દર્શાવે છે. હરિયાણા એક મજેદાર રોમાન્ટિક કૉમેડી ફિલ્મ છે અને અમને આશા છે કે દર્શકોનો પ્રેમ પણ ફિલ્મને મળશે.

રાજા બસવાના ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી હરિયાણાના નિર્માતા છે સંદીપ બસવાના અને બી. રાજા. હરિયાણા અને મુંબઈમાં ફિલ્માવાયેલી હરિયાણા 6 ઓગસ્ટ, 2022ના રિલીઝ થઈ રહી છે.

Exit mobile version