દેશ – વિદેશમાં જેની ચર્ચા ચાલી રહી છે એવી પટેલ સમાજને કેન્દ્રમાં રાખી બનેલી ફિલ્મનું મજેદાર ટ્રેલર આજે લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થવાની સાથે દર્શકોએ એને વધાવી લેવાની સાથે એક અનોખા વિષય પર ફિલ્મ બનાવવા માટે નિર્માતા – દિગ્દર્શકને અભિનંદન આપી રહ્યા છે. હેત્વી મૂવિઝની શરદ દેસાઈના સહયોગમાં બનેલી હા, હું પટેલ છું લેખક – દિગ્દર્શક છે મનોજ નથવાણી. ફિરોઝ ઈરાની, પ્રતિમા ટી સહિતના ટોચના કલાકારોના અભિનયથી ઓપતી ફિલ્મ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે.
ફિલ્મના દિગ્દર્શક મનોજ નથવાણી કહે છે કે, ફિલ્મનું ટાઇટલ પટેલ છે તો સ્વાભાવિક છે કે ફિલ્મ પણ પટેલ સમાજના આદર્શ, સંસ્કાર, સંસ્કૃતિ, રીતભાત પર આધારિત હોવાની, આમ છતાં તમામ પ્રેક્ષકોના મનોરંજનને કેન્દ્રમાં રાખી અમે ફિલ્મ બનાવી રહ્યા છીએ. અને હા, પટેલ સમાજને તો વારંવાર જોવી ગમશે જ એવી સુંદર વાર્તા અને સંવાદો સાથે અમે આવી રહ્યા છીએ.
ફિલ્મના નિર્માતા વિજય કિકાણી, લેખક-દિગ્દર્શક મનોજ નથવાણી, ફિરોઝ ઇરાની અને પ્રસ્તુતકર્તા શરદ દેસાઈ
ફિલ્મની ખાસ વાત એટલે પટેલ એસ્ટેટમાં વસતા પરિવારો.
આ પરિવારના સભ્યોની સહુથી મોટી વિશેષતા એ છે કે આ કલાકારો દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અભિનય ક્ષમતાના જોરે દર્શકોની અપાર ચાહના મેળવનારા કલાકારો છે જાજરમાન અભિનેત્રી પ્રતિમા ટી., હિતેશ ઉપાધ્યાય, હરિકૃષ્ણ દવે, જિતેન્દ્ર કોટક, અસ્મિતા પંચાલ, પિયુષ અઢિયા અને મનીન ત્રિવેદીની સાથે છે ધારા જાની (આણંદ – અમેરિકા), પ્રિયંકા પટેલ (સુરત – મુંબઈ), પૂર્ણિમા દેસાઈ (વડોદરા – અમેરિકા), આરતી ઠકકર (વડોદરા- અમેરિકા) અને ફિરોઝ ઇરાની. ફિલમનું સંગીત ગુજરાતી ફિલ્મના વિખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટ આપી રહ્યા છે તો ડીઓપી છે સુશાંત પટેલ.
ભાઈ, વાર્તા પટેલ ઉપર હોય એટલે કાઠિયાવાડ, કચ્છ, ઉત્તર ગુજરાત, ચરોતર, મુંબઈથી લઈ વિદેશમાં વસતા સમાજની લાગણીઓને ન્યાય આપી શકાય એ રીતે અમે ફિલ્મના કલાકારોની પસંદગી કરી છે. ફિલ્મના નિર્માતા વિજયભાઈ કીકાણી, પ્રસ્તુતકર્તા શરદભાઈ દેસાઈએ ફિલ્મના નિર્માણમાં કોઈ બાંધછોડ કરી નથી.
ફિલ્મ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રિલીઝ થઈ રહી છે અને એનું ટ્રેલર રવિવારે લૉન્ચ કરવામાં આવ્યું છે જેને જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે.
ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો