વિલે પાર્લે પૂર્વમાં શિવના સેલ્યુટ સલૂનનું ધમાકેદાર ઓપનિંગ

સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ શિવના બાંદ્રા ખાતે સેલ્યૂટ સલૂનનું સફળ લોન્ચિંગ થયા બાદ, વિલે પાર્લે (પૂર્વ)માં નવી થીમ આધારિત શિવના સેલ્યુટનો શુભારંભ થયો. 31 ઓગસ્ટ, 2021ના એસીપી અવિનાશ ધર્માધિકારી દ્વારા નવા સલૂનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અનેક ફિલ્મી હસ્તી આ પ્રસંગે ઉપસ્થત રહી હતી. જેમાં પુરસ્કાર વિજેતા ફિલ્મ દિગ્દર્શક મધુર ભંડારકર, સાંસદ રાહુલ શેવાળે અને દિનેશ્વર ગનોરે લોન્ચિંગ પ્રસંગે મુખ્ય મહેમાન હતા. દક્ષિણની ફિલ્મોના જાણીતા સ્ટાર સૌરભ ભંડારી, ફિલ્મ નિર્માતા સુરેશ ભંડારી અને મીડિયા ડિરેક્ટર રાજીવ ખંડેલવાલ, જે હાલ ટી-સિરીઝ માટે ફીચર ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે, તેઓ પણ હાજર રહ્યા હતા.


આ પ્રસંગે શિવ ઝેડના સેલ્યુટ સલૂને ભારતીય સશસ્ત્ર દળો અને રાષ્ટ્ર માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
સલૂનને અનોખી રીતે શણગારવામાં આવ્યું છે. સલૂનમાં આર્મી બેરેક કેવી દેખાય છે અને સૈનિકો દિવસ-રાત કેટલી મુસીબત વેઠીને પસાર કરે છે એ દર્શાવાયું છે.
એસીપી અવિનાશ ધર્માધિકારીએ આ અનોખા કોન્સેપ્ટ માટે હેરસ્ટાઇલિસ્ટ શિવના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે સલૂનને દેશના જવાનોને સમર્પિત કરવાના તેમના પ્રયાસો માટે સલામ કરે છે.
આ પ્રસંગે શિવે કહ્યું કે સેલ્યુટ શબ્દ તરત જ ગણવેશધારી સૈનિકો પ્રત્યે ગૌરવની લાગણી જન્માવે છે. સલૂનમાં પ્રવેશતાની સાથે જ દેશભક્તિની લાગણી પણ જાગે છે.
સલૂનનો આંતરિક ભાગ એવી રીતે શણગારવામાં આવ્યો છે જે બેરેકમાં સૈનિકના જીવન જેવું લાગે છે. ઈંટની દિવાલોમાં જૂની શૈલીના નાના અરીસાઓ છે જે લશ્કરના જવાનો હજામત કરતી વખતે વાપરે છે. વિન્ટેજ ઇલેક્ટ્રિક સ્વીચો, લશ્કરી બોક્સ, કીટ, બુલેટ બોક્સ, લાકડાના લોગ, બેજ, હેલ્મેટ, લશ્કરી વિમાનનું જૂનું મોડેલ અને મોટરબાઈક અહીં છે.
યુનિફોર્મમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનો ખાસ ફોટો પણ છે. રસપ્રદ વાત એ છે કે, દિવાલની સજાવટ લીલા ડ્રેસ સાથે મેળ ખાતી હોય છે, જે સૈનિકોના કોસ્ચ્યુમ જેવું લાગે છે. લીલા કોટમાં સજ્જ શિવે અહીં જાહેરાત કરી હતી કે નફાનો એક હિસ્સો આર્મી વેલ્ફેર ફંડમાં જશે.
તમને જણાવી દઈએ કે શિવ પાસે સમગ્ર મુંબઈમાં 23 સલુન્સની ચેન છે અને ગ્લેમર, ફેશન, શો બિઝનેસ અને કોર્પોરેટ વર્લ્ડમાં જાણીતું નામ છે.

Exit mobile version