રામગોપાળ વર્માએ તેમની આગામી ફિલ્મ ક્લાઇમેક્સનું ટીઝર રિલીઝ કર્યું

અમેરિકાની એડલ્ટ સ્ટાર મિયા માલકોવા 2018માં એની ફિલ્મના ફોટા શેર કરીને ચર્ચામાં આવી હતી. ગૉડ, સેક્સ એન્ડ ટ્રુથ નામની આ ડૉક્યુમેન્ટ્રીને બૉલિવુડના કન્ટ્રોવર્શિયલ ફિલ્મમેકર રામગોપાળ વર્માએ શૂટ કરી હતી. મિયા માલકોવાએ ટ્વીટર પર લખ્યું હતું કે એ સની લિયોની બાદ બીજી એડલ્ટ સ્ટાર છે જે ભારતમાં કામ કરી રહી હોય. મિયા સિવાય અન્ય ત્રણેક એડલ્ટ સ્ટાર બૉલિવુડમાં એન્ટ્રી કરી રહી હોવાની ચર્ચા ચાલી હતી પણ હજુ કોઈ નક્કર જાહેરાત થઈ નથી.

હકીકતમાં રામગોપાળ વર્માએ તેમના ટ્વીટર હેન્ડલ પર ઘોષણા કરી હતી એ મુજબ ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે તેમની ફિલ્મ ક્લાઇમેક્સનું ટીઝર લૉન્ચ કર્યું હતું. આજે ટીઝર રિલીઝ કરવાની સાથે જાહેર કર્યું કે ફિલ્મનું ટ્રેલર 18 મેના સવારે 9.30 વાગ્યે રિલીઝ કરાશે.

રામગોપાળ વર્માએ મિયા માલકોવાના અભિનયના વખાણ કરતા લખ્યું હતું કે ક્લાઇમેક્સ એક થ્રિલર ફિલ્મ છે જે મેં મારી મનપસંદ સ્ટાર મિયા માલકોવા સાથે બનાવી છે. ફિલ્મમાં એની એક્ટિંગ જોઈ તમે આશ્ચર્યચકિત થઈ જશો.

રામગોપાળ વર્મા અગાઉ સત્યા, રંગીલા, ભૂત, સરકાર, કંપની જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે.

Exit mobile version