સુનીલ દર્શનની ફિલ્મ અંદાજ-2ના રોમાન્ટિક ગીત તેરે બિનનું ટીઝર રિલીઝ

અંદાજ-2 સુનીલ દર્શનની વર્ષ 2003માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ અંદાજની સિક્વલ છે

બૉલિવુડના જાણીતા દિગ્દર્શક સુનીલ દર્શન તેમની સુપરહિટ ફિલ્મ અંદાજની સિક્વલ અંદાજ-2 લઈને આવી રહ્યા છે. વેલેન્ટાઇન વીકમાં તેમની આવનારી ફિલ્મના પહેલાં ગીત તેરે બિન કહી દિલ ના લગેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ઈ સિગ્નેચર સૉંગ છે.

અંદાજ-2 સુનીલ દર્શનની વર્ષ 2003માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ અંદાજની સિક્વલ છે. જેમાં નવા કલાકાર આયુષ કુમાર, અકાયશા અને નતાશા ફર્નાન્ડીઝ મુખ્ય ભૂમિકામાં છે. શ્રી કૃષ્ણા ઇન્ટરનેશનલ બંનર હેઠળ બનેલી ફિલ્મના લેખક-નિર્માતા-દિગ્દર્શક સુનીલ દર્શન છે. ફિલ્મના સર્જકોના જણાવ્યા મુજબ આ ગીતને ઑડિયો-વિડિયો ફોર્મેટમાં ટૂંક સમયમાં વિવિધ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

ગીતના ટીઝરને રિલીઝ કર્યા બાદ સુનીલ દર્શને જણાવ્યું કે, ફિલ્મના ટીઝર બાદ ઇન્ટરનેટ પર નદીમ શ્રવણના ચાહકો ફિલ્મનાં ગીતોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અંદાજ-2 એક આઉટ એન્ડ આઉટ મ્યુઝિકલ ફિલ્મ છે. પ્રેમની ઋતુ ગણાતી વેલેન્ટાઇનના અવસરે અમે તેરે બિન કહીં દિલ ના લગે ગીતનું ટીઝર રિલીઝ કર્યું છે. આ ગીતમાં આયુષ કુમાર અને અકાયશાની કેમેસ્ટ્રી જબરજસ્ત છે. એ સાથે સુનીલ દર્શને જણાવ્યું કે અંદાજ-2 ટૂંક સમયમાં રિલીઝ થશે.

Song Teaser : https://www.youtube.com/watch?v=wOc-mCbnh3c

Exit mobile version