લૉસ એન્જલિસના આલિશાન બંગલામાં 39મો જન્મદિન ઉજવી રહી છે સની લિયોની

બૉલિવુડ સ્ટાર સની લિયોની એના લૂક્સ અને એની અંગત લાઇફને કારણે હંમેશ ચર્ચામાં રહેતી હોય છે. અત્યારે જે સ્થાન હાંસલ કર્યું છે ત્યાં સુધી પહોંચવા એણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. પોર્ન ઇન્ડસ્ટ્રીથી બૉલિવુડ સ્ટાર સુધીની સફર કરનાર સની લિયોની કરોડો રૂપિયાની મિલકત ધરાવે છે. એ પત્ની, માતા અને અભિનેત્રીની સાથે સફળ બિઝનેસ વુમન પણ છે. એનો અમેરિકાના લૉસ એન્જલિસ ખાતે આવેલા એક એકરમાં ફેલાયેલા બંગલાને જોઈ આંખો ચાર થઈ જશે.

સની લિયોનીનો આલિશાન બંગલો એક એકરમાં ફેલાયેલો છે જેની જાણકારી ખુદ સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. પાંચ બેડરૂમ ધરાવતા આ બંગલાના ફોટા જોઈ તમે દંગ રહી જશો. અમેરિકામાં પ્રોપર્ટીના જ્યાં સૌથી વધુ ભાવ છે એવા બેવર્લી હિલ્સથી લગભગ 30 મિનિટના ડ્રાઇવના અંતરે આ બંગલો આવેલો છે. અમેરિકાના સૌથી સુંદર સ્થળે સનીએ પોતાનું ઘર વસાવ્યું છે. ઉપરાંત સનીનું મુંબઈમાં પણ એક આલિશાન ઘર છે.

મજાની વાત એ છે કે 2017માં સની લિયોનીએ એના જન્મ દિવસે આ ઘર પોતાને ગિફ્ટ કર્યું હતું. અને આ વાતની જાણ સનીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે એણે લખ્યું હતું કે અમારૂં નાનકડું કન્ટ્રી સ્ટાઇલ ઘર, મિડલ સિટીની જમીન પર એક એકરમાં ફેલાયેલું ઘર. આ ઘર માટેની વસ્તુઓ અમે ઇટલી, સ્પેનથી ખરીદી છે. અમે નવા ઘરમાં શિફેટ થઈ ગયા છીએ અને પડોશીઓને મળવા આતુર છીએ.

Exit mobile version