દક્ષિણ ગુજરાતના દિગ્ગજ શરદ દેસાઈ હવે ઢોલિવુડના પણ અગ્રણી નિર્માતા તરીકે ઉભરી રહ્યા છે

દક્ષિણ ગુજરાતના મૂળ કિલ્લા પારડીમાં અસંખ્ય સેવા કાર્યો સાથે સંકળાયેલા શરદ ભાઈ મૂળ કલાનો જીવ

એક સમય એવો પણ હતો જ્યારે બૉલીવુડની દર બીજી કે ત્રીજી ફિલ્મના નિર્માણ/પ્રસ્તુતિ પાછળ ભરત શાહ અને દિનેશ ગાંધી જેવા દિગ્ગજોનું યોગદાન રહેતું. એ જ રીતે આ વર્ષે ગુજરાતી ચલચિત્ર જગતમાં દર બીજી કે ત્રીજી ફિલ્મના નિર્માણ/પ્રસ્તુતિમાં તમે શરદ દેસાઈ નામ વાંચો તો નવાઈ ન પામતા. ફિલમી ઍક્શન સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે દક્ષિણ ગુજરાતના મૂળ કિલ્લા પારડીમાં  અસંખ્ય સેવા કાર્યો સાથે સંકળાયેલા શરદ ભાઈ મૂળ કલાનો જીવ. ગુજરાતી રંગભૂમિનું કોઈ પણ નાટક વાપી કે ગુજરાત ખાતે પ્રયોગ ભજવવા આવે ત્યારે નાટકના નિર્માતાથી લઈ નેપથ્ય, બુકિંગ કર્મીઓ સુધી, કોઈપણ પ્રકારની સહાયતા જોઈતી હોય ત્યારે સહુને એક જ નામ યાદ આવે… શરદભાઈને ફોન કરો… અને આમ ધીમે ધીમે પ્રત્યેક  ગુજરાતી નાટકના પ્રયોગ સાથે શરદભાઈનું નામ અનિવાર્ય થઈ ગયું.

છેલ્લા ઘણા વર્ષોથી તેમના બન્ને દીકરા જાગ્રત અને હર્ષિત બૉલિવૂડ સાથે સક્રિય હોવાથી ઘરમાં ફિલ્મ નિર્માણ અને બહાર રંગભૂમિના વાતાવરણ વચ્ચે એક દિવસ નક્કી કરી લીધુ કે મારી ગુજરાતી રંગભૂમિના કલાકારો આટલા બધા ટેલન્ટેડ અને ધુરંધર છે તો એમને લઈને એક જબરદસ્ત ગુજરાતી ફિલ્મ કેમ ન બની શકે?  આ વિચારે જ્ન્મ આપ્યો સુપર હિટ કૉમેડી ફિલ્મ લવ સ્ટોરીમાં લોચો પડ્યો.  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એવા લેખક-દિગ્દર્શક મનોજ નથવાણી સાથે કામ કરવાની શરદભાઈને ખૂબ મજા આવી અને બંને વચ્ચે એક રૅપો બંધાયો. એટલે આ વર્ષે મનોજ નથવાણી સાથે શરદભાઈ દેસાઈના બેનર હેઠળ વિવિધ વિષયો પર આધારિત અનેક ફિલ્મોનાં શૂટિંગ થઈ રહ્યાં છે જે ટૂંક સમયમાં થિયેટરમાં જોવા મળશે.

Exit mobile version