શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની અટક

ડ્રગ્સ લેવાનો આરોપ, હોટેલ પાર્ટી પર પડી હતી રેઇડ

બૉલિવુડની અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરને બેંગલુરુ પોલીસે રવિવારે રાત્રે હિરાસતમાં લીધો છે. એના પર કથિતપણે ડ્રગ્સ લેવાનો આરોપ છે. પોલીસે દરોડો પાડ્યા બાદ સિદ્ધાંતની અટક કરી હતી.

પોલીસને મળેલી ટિપના આધારે કાર્યવાહી કરતા એમજી રોડ પર એક હોટેલ પર છાપો માર્યો હતો. અહીં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે નશીલી દવાઓનું સેવન કર્યું હોવાની શંકાના આધારે લોકોના નમુના મોકલ્યા હતા. જે છ જણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા એમાં શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંતનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

જોકે પોલીસે જણાવ્યું કે એ વાતની સ્પષ્ટતા નથી થઈ કે સિદ્ધાંત ડ્રગ્સ લીધા બાદ પાર્ટીમાં આવ્યો હતો કે હોટેલમાં આવીને ડ્રગ્સ લીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા કપૂર એવા લોકોમાં સામેલ હતી, જેની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના અપમૃત્યુ મામલે કથિતપણે ડ્રગ્સ રાખવા બાબત પૂછપરછકરી હતી. જોકે કોઈ નક્કર પુરાવા મળ્યા નહોતા.

Exit mobile version