રોયલ સ્ટેગ બેરલ સિલેક્ટ શોર્ટ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત શોર્ટ ફિલ્મના મુખ્ય કલાકારો છે સંજય કપૂર અને શ્વેતા કવાત્રા
રોયલ સ્ટેટ દ્વારા પ્રસ્તુત રિલીઝ થયેલી ફિલ્મ એક ન્યુક્લિયર ફેમિલી પર આધારિત શોર્ટ ફિલ્મ છે. ફિલ્મ યુગલ વચ્ચે થતા નાના નાના ઝઘડા વરવુ સ્વરૂપ લે છે. આ રીતે તેમની એક મોટી યોજનાઓનો અંત આવે છે. આ શોર્ટ ફિલ્મનું દિગ્દર્શન સુમિત સુરેશ કુમાર એ કર્યું છે અને એમાં સંજય કપૂર તથા શ્વેતા કવાત્રા મુખ્ય ભૂમિકામાં નજરે પડે છે.
ફિલ્મને એક લેયર્ડ થીમ પર દર્શાવવામાં આવી છે અને નોન લિનિયર નેરેટિવ દ્વારા પ્રસ્તુત કરાય છે. એમાં એક આધુનિક મિડલએજ કપલને દર્શાવાયું છે જેમાં રાહુલની ભૂમિકામાં સંજય કપૂર અને રોસ્કિજાની ભૂમિકામાં શ્વેતા કવાત્રા જોવા મળશે. તેમનો દસ વર્ષનો પુત્ર રીશી પણ છે. રોસ્કીનો એક ફોન કોલ રાહુલને એના ભૂતકાળમાં મોકલી આપે છે. આ ફોન પછી એની જિંદગી બદલાઈ જાય છે. કોઈને સમજાતું નથી કે શું બની રહ્યું છે. અંતે રાહુલ વિચારતો રહી જાય છે કે શું થવાનું હતું અને શું થઈ ગયું.
ફ્રિકશન અંગે વાત કરતાં સંજય કપૂરે કહ્યું કે, રોયલ સ્ટેગ બેરલ સિલેક્ટ લાર્જ શોર્ટ ફિલ્મ હંમેશા અસાધારણ વાર્તાઓ લોકો સુધી પહોંચાડવાનું ઉત્તમ મધ્યમ રહ્યું છે. હું એ જાણવા ઉત્સુક છું કે દર્શકો સુંદર રીતે લખાયેલી આ ફિલ્મની વ્યાખ્યા કેવી રીતે કરે છે. ફિલ્મ યાદ અપાવે છે કે નાની વાતો પણ કેટલી ખતરનાક નીવડી શકે છે જો એનું ધ્યાન રાખવામાં ન આવે તો.
શ્વેતા કવાત્રાએ કહ્યું કે, રીતે વાતને બહુ સરસ રીતે રજૂ કરે છે કે ન તેમની સાથે જીવી શકાય તે કે ન એના વગર રહી શકાય છે.
ફિલ્મના દિગ્દર્શક સુમિત સુરેશકુમાર શ્રી રામ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટસના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ફ્રિક્શન ઉપરાંત સુમિતે શોર્ટ ફિલ્મ કોફૂકુનું દિગ્દર્શન કર્યું છે જે હજુ રિલીઝ થવાની બાકી છે. હાલ સુમિત એક ફીચર ફિલ્મ પર કામ કરી રહ્યા છે.
ફિલ્મ માત્ર રોયલ સ્ટેગ બેરલ સિલેક્ટની વેબસાઈટ www.thelargeshortfilms.com ઉપરાંત https://youtu.be/shkafgkSEOs પર જોઈ શકાશે.