ધર્મા પ્રોડક્શન્સ અને કાશ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા સંયુક્તપણે નિર્મિત, વિષ્ણુ વરધન દ્વારા નિર્દેશિત ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી મુખ્ય ભૂમિકામાં તથા શિવ પંડિત, રાજ અર્જુન, પ્રણય પચૌરી, હિમાંશુ અશોક મલ્હોત્રા, નિકિતિન ધીર, અનિલ ચરણજીત, સાહિલ વૈદ, શતાફ ફિગાર અને પવન ચોપરા સહભૂમિકામાં જોવા મળશે
શેરશાહ 12 ઓગસ્ટ, 2021ના રોજ ભારત અને દુનિયાભરના 240 દેશો અને વિસ્તારોમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે
એમેઝોન પ્રાઇમ વીડિયોએ આજે એમેઝોન ઓરિજિનલ મૂવી શેરશાહના વર્લ્ડ પ્રીમિયરની જાહેરાત કરી હતી. આ કારગિલ યુદ્ધના નાયક કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી)ના જીવનકવન પર આધારિત અને પ્રેરિત અતિ રોમાંચક વૉર ડ્રામા છે, એમેઝોન પ્રાઇમ વીડિયો પર મનોરંજનના વિવિધ સ્વરૂપોના આલ્બમની રોમાંચક અને મોટી લાઇબ્રેરીમાં શેરશાહ હિંદી ભાષાની 9મી ફિલ્મ છે, જે બોલિવુડ ડાયરેક્ટ-ટૂ-સર્વિસ ઑફર અંતર્ગત પ્રસ્તુત થશે.
વિષ્ણુ વરધન દ્વારા નિર્દેશિત તથા ધર્મા પ્રોડક્શન્સ અને કાશ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા સંયુક્તપણે નિર્મિત શેરશાહ ચાલુ વર્ષે બૉલીવુડની સૌથી મોટી વૉર ડ્રામા ફિલ્મ બનવા સજ્જ છે.
શેરશાહ સાહસ, પ્રેમ અને બલિદાનની કથા છે તથા કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી)ના જીવનકથાથી પ્રેરિત છે. ફિલ્મ વર્ષ 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં વિક્રમ બત્રાના અદમ્ય સાહસને સમર્પિત છે તથા તેમના અતુલનીય બલિદાન પર ગૌરવગાથા રજૂ કરે છે. ફિલ્મ તેમના કોડનેમ ‘શેરશાહ’ને ખરાં અર્થમાં ચરિતાર્થ કરે છે. તેમાં કેપ્ટન બત્રાની સાહસિક લડાઈ અને સર્વોચ્ચ બલિદાને ભારતના વિજયમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
આ જોડાણ પર ધર્મા પ્રોડક્શન્સના કરણ જોહરે કહ્યું હતું કે, “શેરશાહ એક યુદ્ધના નાયકની વાસ્તવિક સ્ટોરી છે, જેમના અદમ્ય સાહસ અને બહાદુરીએ આપણા દેશ માટે વિજયનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. તેમનું બલિદાન અતુલનીય છે અને તેમનું જીવન આગામી પેઢીઓ માટે પ્રેરણાદીપ છે. શેરશાહ આપણા સૈનિકોની દિલેરીને અમારી સલામી છે અને મને આશા છે કે, દરેક દર્શક આ ફિલ્મ જોઈને ગર્વ અનુભવશે.”
ધર્મા પ્રોડક્શન્સના સીઇઓ અપૂર્વ મહેતાએ કહ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે, જ્યારે બત્રા પરિવારે કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી)ની સ્ટોરી જણાવવા અમારો અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો સંપર્ક કર્યો હતો ત્યારથી શેરશાહ વિશેષ ફિલ્મ છે. અમને આ સ્ટોર દુનિયા સમક્ષ લઈ જવા માટે એમેઝોન પ્રાઇમ વીડિયો સાથે ઉત્કૃષ્ટ પાર્ટનર મળ્યાં એની ખુશી છે તથા આ ફિલ્મના પ્રીમિયર માટે સ્વતંત્રતા દિવસનો વીકેન્ડ સૌથી વધારે ઉચિત સમય છે. અમને દર્શકો સમક્ષ શેરશાહ રજૂ કરવાનો ગર્વ છે અને અમને આશા છે કે, તેઓ પણ અમારા જેવી લાગણી ધરાવે છે.”