શમા સિકંદરે એના બર્થડે બૉય કૅસ્પર સાથે વીતાવ્યો પૂરો દિવસ

શમા સિકંદર એક અભિનેત્રી, નિર્માત્રી અને મેન્ટલ હેલ્થ એડવોકેટ તરીકે પણ વિખ્યાત છે.

મનોરંજન જગતની જાણીતી વ્યક્તિમાંની એક છે શમા સિકંદર. એના સ્વૅગ અને સોશિયલ મીડિયાની પોસ્ટની ફૅન્સ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ઇન્સ્ટાગ્રામ પર એના 3.2 મિલિયનથી વધુ ફોલોઅર્સની સાથે શમા સિકંદર એક અભિનેત્રી, નિર્માત્રી અને મેન્ટલ હેલ્થ એડવોકેટ તરીકે પણ વિખ્યાત છે.

એટલું જ નહીં, નાના વાળ ધરાવતું કૅસ્પર શમાનું પ્રિય બચ્ચું છે. શમા સાથે એનો પાળેલો ડૉગી કૅસ્પર અવારનવાર સોશિયલ મીડિયા પર એની હાજરી પુરાવતો હોય છે. શમા કૅસ્પર પ્રત્યેના એના લગાવને વ્યક્ત કરવામાં જરાય ખચકાટ અનુભવતી નથી. એમાંય કૅસ્પરના જન્મદિવસ જેવો અવસર હોય તો એના લાડપ્યાર અનેકગણા વધી જાય છે.

કૅસ્પરના બીજા જન્મદિવસના અવસરે શમા એના નાના બચ્ચાને લઈ પહેલીવાર શોપિંગ માટે મૉલમાં લઈ જવાનું નક્કી કર્યું. શમાએ સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વિડિયોમાં કૅસ્પર મૉલમાં મોજથી હરતોફરતો દેખાય છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શમા સિકંદર પાસે અનેક મજેદાર પ્રોજેક્ટ છે જની ટૂંક સમયમાં જાહેરાત કરશે.

Exit mobile version