2012ની સુપરહિટ ફિલ્મ કોકટેલની સિક્વલનું નિર્માણ દિનેશ વિજન અને લવ રંજન કરી રહ્યા છે. શાહિદ કપૂર, ક્રીતિ સેનન અને રશ્મિકા મંદાના અભિનીત રોમાન્ટિક કૉમેડી કોકટેલ-2નું શૂટિંગ ઓગસ્ટ 2025માં શરૂ થશે. ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત યુરોપના રમણીય લોકેશનો પર કરવામાં આવશે. શાહિદ કપૂર, ક્રીતિ સેનન અને રશ્મિકા મંદાના ઉપરાંત જાણીતા કલાકારોનો કાફલો પણ હશે જેમના કાસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે. રોમાન્ટિક કૉમેડી ફિલ્મો લખવા માટે જાણીતા લવ રંજને સિક્વલની વાર્તા લખી છે.
કોકટેલ-2નું શૂટિંગ શરૂ કરવા પહેલા શાહિદ કપૂર વિશાલ ભારદ્વાજની ફિલ્મનું શૂટિંગ પૂરૂં કરશે. તો ક્રીતિ સેનન આનંદ એલ. રાયની ધનુષ સાથેની ફિલ્મ તેરે ઇશ્ક મેંનું શૂટિંગ પૂરૂં કર્યા બાદ કોકટેલ-2નું શૂટિંગ શરૂ કરશે. ત્યારે ત્રજી કલાકાર રશ્મિકા મંદાના આયુષ્માન ખુરાના સાથેની ફિલ્મનું શૂટિંગ પૂરી કર્યા બાદ કોકટેલ-2ની ટીમ સાથે જોડાશે.