શાહરુખ ખાને 60 વર્ષની કેન્સર પીડિત ચાહકની અંતિમ ઇચ્છા પૂરી કરી

દીકરીનાં લગ્નમાં પણ હાજરી આપવાનું વચન આપ્યું

તાજેતરમાં શાહરુખ ખાને પશ્ચિમ બંગાળમાં રહતી 60 વર્ષની શિવાની ચક્રવર્તી નામની મહિલાની કિંગ ખાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શિવાની કેન્સરના છેલ્લા સ્ટેજની પેશન્ટ છે અને એને જાણ થઈ કે હવે એની પાસે વધુ દિવસો બાકી રહ્યા નથી. એટલે એણે એક વાર શાહરુખ ખાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. આ વાતની જાણ શાહરુખને થતાં એણે વિડિયો કૉલ કરીને એની ચાહકની ઇચ્છા પૂરી કરી. જોકે ચાહકની ઇચ્છા વર્ચ્યુઅલી પૂરી કર્યા બાદ કહ્યું પણ ખરું કે એ વહેલી તકે તેમને મળશે.
હકીકતમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન શિવાનીએ કહ્યું હતું કે હજુ એણે શાહરુખને મળવાની આશા છોડી નથી. આની જાણ શાહરુખને થતાં વિડિયો કૉલ કર્યો અને લગભગ અડદા કલાકથી વધુ સમય વાતો કરી. દરમિયાન શિવાનીએ ઇચ્છા વ્યક્ત કરી કે શાહરુખને એના હાથે બનાવેલી બંગાળી રસોઈ ખવડાવવા માગે છે. ત્યારે શાહરુખે વાયદો કર્યો કે એના હાથની બનેલી માછલી અને ઘરમાં બનાવેલું સાદું ભોજન ખાશે.
મળતા અહેવાલ મુજબ શિવાનીની પુત્રીએ કહ્યું કે વિડિયો કૉલ પર શાહરુખે એની માતા માટે પ્રાર્થના કરી.

Exit mobile version