ભારતના સૌથી લોકપ્રિય રિયાલિટી શો આપ્યા બાદ, રોહિત શેટ્ટી ઍક્શનને પોલીસ વિશ્વવ પર આધારિત સિરીઝમાં પાછું લાવવાની તૈયારી કરી રહ્યા છે. જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એ ઇન્ડિયન પોલીસ ફોર્સ સિરીઝ, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છે એનું બીજું શિડ્યુલ શરૂ કરી રહ્યા છે.
ઍક્શન માટે એક અલગ વિઝન ધરાવતા રોહિત શેટ્ટી પહેલી ઓગસ્ટથી શરૂ થનારા પંદર દિવસના બીજા શિડ્યુલનું હાઈ-ક્ટેન શૂટિંગ મુંબઈના ઉપનગરમાં બનાવાયેલા ખાસ સેટ પર શરૂ કરશે. ઇન્ટરનેશનલ ઍક્શન કટરિયોગ્રાફરની ટીમ સાથે થનારા શૂટિંગમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત શિલ્પા શેટ્ટી સહિત અન્ય કલાકારો ભાગ લેશે.
રોહિત શેટ્ટીની પોલીસને કેન્દ્રમાં રાખી બનાવાયેલી ફિલ્મમાં ભરપુર ઍક્શન જોવા મળ્યું છે. ઇન્ડિયન પોલીસ ફોર્સમાં એનાથી વધુ રોમાંચક દૃશ્યો જોવા-માણવા મળશે.