રૉયલ સ્ટેગ બેરલ સિલેક્ટ લાર્જ શોર્ટ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત અધીન એક અસહાય પિતા અને વિખૂટા પડેલા પરિવારની વાત છે. આર્ટ અને ડિઝાઇન પ્રોફેશનલ અને દિગ્દર્શક યશ વર્મા દ્વારા દિગ્દર્શિત શોર્ટ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા સંજય મિશ્રા, બૉલ્ડ અભિનેત્રી અનુપ્રિયા ગોયન્કા અને થિયેટર આર્ટિસ્ટ નીરજ પુરોહિત મુખ્ય ભૂમિકામાં છે.

30 મિનિટની શોર્ટ ફિલ્મ અધીન એક પિતાની વાત છે જે પોતાના બાળકોને તેમની બિમાર માતાને મળવા લઈ જાય છે. એ પરિવાર પાછો ભેળો થાય એ માટે આમ કરે છે. દીકરો એની માની હાલત જોઈ શકતો નથી, તો દીકરી હજુ પણ એ વાતથી નારાજ છે કે એ નાની હતી ત્યારે ઘરમાંથી કાઢી મુકી હતી.
દિગ્દર્શક યશ શર્મા કહે છે કે, અધીન બનાવવાનો અનુભવ શબ્દોમાં વ્યક્ત થઈ શકે એમ નથી. આજના વડીલોના હાલત દર્શાવતી ફિલ્મ એક પરિવાર હોવાનો અર્થ શું છે એ સમજાવે છે. સંજય સરે પણ ફિલ્મના નાયક પિતાની ભૂમિકા બખૂબી નિભાવી છે.
ફિલ્મ અંગે જણાવતા સંજય મિશ્રાએ જણાવ્યું કે, મને એવા પ્રકાની ભૂમિકા ભજવવી ગમે છે જેઆપણી આસપાસના લોકોથી પ્રેરિત હોય. યશની શોર્ટ ફિલ્મ ભારતના પરિવારોની સમસ્યાઓને યોગ્ય રીતે પ્રદર્શિત કરે છે.