રોહિત શેટ્ટીની પહેલી વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સનું ટીઝર રિલીઝ

સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.

બૉલિવુડના વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટી પોલીસ અધિકારી આધારિત સિંઘમ સિરીઝની ફિલ્મો બાદ રોહિત શેટ્ટી કૉપયુનિવર્સની  ઍક્શન પેક્ડ વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’થી ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી રહ્યા છે. સિરીઝમાં શેરશાહ ફિલ્મથી ધમાલ મચાવનાર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ વેબ સિરીઝનું ટીઝર રિલીઝ કરવાની સાથે એના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

રોહિત શેટ્ટી મોટા પાયે સિરીઝનું શૂટિંગ કરી રહ્યા છે અને એની પહેલી ઝલકમાં એ જોવા મળે છે. રોહિત શેટ્ટીના ઓટીટી ડેબ્યુ પ્રોજેક્ટમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.

ઇન્ડિયન પોલીસ ફોર્સના ટીઝરમાં રોહિત શેટ્ટી પણ જોવા મળે છે. ફુલઑન ઍક્શન મોડમાં દેખાઈ રહેલા રોહિત શેટ્ટીએ જબરજસ્ત અંદાજમાં સિદ્ધાર્થ મલ્હોત્રાના કેરેક્ટરને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. સિરીઝનું શૂટિંગ શરૂથઈ ગયુંછે અને એમાં ભરપુર ઍક્શન જોવા મળશે. રોહિત શેટ્ટીની ફિલ્મોમાં પણ દિલધડક ઍક્શન જોવા મળે છે અને તેમના ઓટીટી ડેબ્યુના ટીઝરમાં પણ એની ઝલક જોવા મળે છે.

અમેઝોન પ્રાઇમ વિડિયોના સહયોગમાં બની રહેલી ઍક્શન પેક્ડ ઇન્ડિયન પોલીસ ફોર્સ પહેલી એવી સિરીઝ છે જે પોલીસ દળની નિસ્વાર્થ સેવાને બિરદાવે છે.

 

સિરીઝનું ટીઝર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://www.instagram.com/p/Ccj6gxgBYdT/

Exit mobile version