દર્શકો હજુ સૂર્યવંશીની મોજ માણી રહ્યા છે ત્યાં રોહિત શેટ્ટી તેમને મનોરંજનનો નવો ડૉઝ આપવાની તૈયારી કરી રહ્યા છે
કોરોનાકાળ બાદ રિલીઝ થયેલી પહેલી મોટી ફિલ્મ સૂર્યવંશીએ બૉક્સ ઑફિસ પર પણ બમ્પર કલેક્શન કરી રહી છે. પહેલા બે દિવસમાં જ ફિલ્મે પચાસ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. અને એવું લાગી રહ્યુ છે કે સૂર્યવંશી લૉકડાઉન બાદ સો કરોડની ક્લબમાં સામેલ થનાર પહેલી ફિલ્મ બનવાનું બહુમાન મેળવી જશે.
દર્શકો હજુ સૂર્યવંશીની મોજ માણી રહ્યા છે ત્યાં રોહિત શેટ્ટી તેમને મનોરંજનનો નવો ડૉઝ આપવાની તૈયારી કરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ રોહિત શેટ્ટી અને અજય દેવગણ 5 ઓગસ્ટ, ના સિંઘમ-3 લઈને આવી રહ્યા છે જે રોહિત અને અજય દેવગણની દેશભક્તિની સૌથી મોટી ફિલ્મ હશે. ફિલ્મમાં અજય દેવગણ પાકિસ્તાનમાં બેઠેલા ભારતના દુશ્મન જેકી શ્રોફનો મુકાબલો કરશે.
સિંઘમ-3નું શૂટિંગ કાશ્મીર, દિલ્હીમાં કરાશે. જોકે સિંઘમ-3 પહેલાં રોહિત શેટ્ટી એની સર્કસ ફિલ્મ પૂરી કરશે જ્યારે અજય દેવગણ પણ એની ફિલ્મોનું બાકી રહેલું કામ પૂરૂં કરશે.
સૂર્યવંશીમાં નેગેટિવ લીડ ભજવ્યા બાદ જેકી ફને સિંઘમ-3 માટે લૉક કરવામાં આવ્યો છે. સિંઘમ-3ની શરૂઆત જેકી શ્રોફ અને અજય દેવગણ સૂર્યવંશીમાં કરી ચુક્યા છે. સૂર્યવંશીના છેલ્લા સીનમાં જ સિંઘમ-3નો પ્લૉટ તૈયાર કરાયો છે જેમાં અજય દેવગણ, જેકી શ્રોફના પાત્રને બદલો લેવાનો વાયદો કરતો નજરે પડે છે.